બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ જળ આંદોલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં 125 જેટલા ગામના લોકો અને ખેડૂતો જોડાયા હતા. વિશાળ રેલીઓ યોજાઇ હતી. જેમાં વીસેક હજાર કરતા લોકો ઉમટ્યા હતા અને તળાવ ભરવા માટેની માંગ કરી હતી. આ વિસ્તારના ખેડૂતો અને લોકોને માટે પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હોવાને લઇ કર્માવત તળાવને ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
કર્માવત તળાવને ભરવામાં આવે તો, વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંચા આવી શકે છે. આ તળાવ 100 એકરમાં ફેલાયેલું છે અને જેના ભરવાથી મોટો ફાયદો વિસ્તારના લોકોને થઇ શકે છે. આ માટે જ હવે સ્થાનિકોએ આ મામલે ફરીથી જળ આંદોલન કરવાની તૈયારીઓ શરુ કરી છે. ખેડૂતોએ આ મામલે બેઠક યોજી હતી અને જેના બાદ હવે આક્રમક મૂડ સાથે માંગણી શરુ કરવામાં આવી છે.
Published On - 3:09 pm, Mon, 5 February 24