બનાસકાંઠાઃ કર્માવત તળાવ ભરવા માટે ખેડૂતોની માંગ, જળ આંદોલનના એંધાણ, જુઓ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કર્માવત તળાવ ભરવા માટેની માંગ ફરીથી તેજ બની છે. વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતો કર્માવત તળાવને ભરવા માટેની માંગ કરી રહ્યા છે. અગાઉ આશ્વાસન આપ્યા બાદ પણ તળાવ ભરવામાં નહીં આવતા હવે ખેડૂતોએ ફરીથી જળ આંદોલન કરવાની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ જળ આંદોલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં 125 જેટલા ગામના લોકો અને ખેડૂતો જોડાયા હતા. વિશાળ રેલીઓ યોજાઇ હતી. જેમાં વીસેક હજાર કરતા લોકો ઉમટ્યા હતા અને તળાવ ભરવા માટેની માંગ કરી હતી. આ વિસ્તારના ખેડૂતો અને લોકોને માટે પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હોવાને લઇ કર્માવત તળાવને ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી
કર્માવત તળાવને ભરવામાં આવે તો, વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંચા આવી શકે છે. આ તળાવ 100 એકરમાં ફેલાયેલું છે અને જેના ભરવાથી મોટો ફાયદો વિસ્તારના લોકોને થઇ શકે છે. આ માટે જ હવે સ્થાનિકોએ આ મામલે ફરીથી જળ આંદોલન કરવાની તૈયારીઓ શરુ કરી છે. ખેડૂતોએ આ મામલે બેઠક યોજી હતી અને જેના બાદ હવે આક્રમક મૂડ સાથે માંગણી શરુ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News