સુરેન્દ્રનગર : બોરવેલમાં પડેલી કિશોરીનું સફળ રેસ્ક્યૂ,કલાકોની જહેમત બાદ સુરક્ષિત બહાર કઢાઇ

|

Jul 29, 2022 | 12:44 PM

600 ફૂટ ઉંડા બોરવેલમાં (borewell)60 ફૂટે કિશોરી ફસાઈ હતી, કિશોરીને બચાવવા સ્થાનિક તંત્ર સાથે સેના પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

સુરેન્દ્રનગરમાં (Surendranagar) બોરવેલમાં પડેલી કિશોરીનું સફળ રેસ્ક્યૂ (Rescue opration)  કરવામાં આવ્યુ છે. કલાકોની મહેનત બાદ 12 વર્ષીય મનિષા નામની કિશોરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે.મહત્વનું છે કે, 600 ફૂટ ઉંડા બોરવેલમાં (borewell)60 ફૂટે કિશોરી ફસાઈ હતી.સ્થાનિક તંત્ર સાથે સેના પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

આખરે જિંદગીની જીત થઈ !

સુરેન્દ્રનગરના (Surendranagar news) ધ્રાંગધ્રા તાલુના ગાજણવાવ ગામે કિશોરી બોરમાં પડી હતી.માહિતી મુજબ ખેતરમાં રમતા-રમતા કિશોરી બોરમાં પડી ગઈ હતી.12 વર્ષીય મનિષા (manisha Rescue) 60 ફૂટ નીચે ફસાઇ જતા મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.કિશોરીને બચાવવા માટે મેરેથોન રેસ્ક્યુ ઓપરેશન (Rescue Opreation) શરૂ કરવામાં આવ્યુ હતુ.જો કે બાળકીની ઉંમર વધુ હોવાથી ડિઝાસ્ટર વિભાગની (Disaster team) ટીમને મુશ્કેલી પડી હતી. આ ખેતમજુર પરિવાર ગુજરાત બહારનો હોવાનો જાણવા મળી રહ્યું છે.

Next Video