જૂનાગઢમાં જર્જરિત બાંધકામો દૂર કરવા 12 જેટલી મિલકતોને ફટકારી નોટિસ, પાલિકા વીજ, પાણી અને ગટરના કનેક્શન કાપશે, જુઓ Video

| Edited By: | Updated on: Jul 28, 2023 | 6:55 PM

જૂનાગઢમાં જર્જરિત બાંધકામો દૂર કરાશે જેને લઈ તંત્ર દ્વારા 12 જેટલી મિલકતોને નોટિસ ફટકારી છે. કેશોદ પાલિકા એક્શન મોડ પર આવી છે અને મિલકત ધારકોને અપાઈ 7 દિવસની મુદત અપાઈ છે.

જૂનાગઢમાં કેશોદની 12 જર્જરિત મિલકતોને દૂર કરવા નોટિસ, જર્જરિત બાંધકામથી દૂર રહેવા પાલિકાએ લગાવ્યા બેનર. જર્જરિત મિલકત દૂર કરવી અથવા સમારકામ કરવા સૂચના અપાઈ છે. કેશોદ પાલિકા દ્વારા 7 દિવસની મુદત આપવામાં આવી છે. મિલકત ધારક નિર્ણય નહીં લે તો પાલિકા કાર્યવાહી કરશે. પાલિકા વીજ, પાણી અને ગટરના કનેક્શન કાપી નાંખશે તેવુ પણ જણાવ્યુ હતું.

આ પણ વાંચો : જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે ભૂવો, 15 દિવસથી પડેલા ભુવાને લઈ લોકોને હાલાકી, જુઓ Video

આ સાથે અન્ય જર્જરિત બાંધકામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. વધારાના સર્વેમાં બેંક સહિતની મિલકતો જર્જરિત જૂનાગઢમાં મકાન પડવાની ઘટના બાદ તંત્રની કાર્યવાહી સામે આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જુનાગઢમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં કુલ 4 લોકોના મોત થયા હતા. જેમાં બે બાળકો અને 2 પુરુષના મોત થયા હતા. આ દુર્ઘટનામાં રીક્ષામાં બેસીને એક પરિવાર શાકભાજી લેવા જઈ રહ્યો હતો. તે સમય ધરાશાયી થયેલી ઈમારતનો કાટમાળ રીક્ષા પર પડતા બે બાળક સહિત પિતાનું મોત થયું હતુ.

 જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો