હાલારનું ગૌરવ ! રવિન્દ્ર જાડેજા બાદ જામનગરની દિકરીઓ પણ ક્રિકેટમાં નામ રોશન કરશે, અંડર-15 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી

|

Dec 11, 2022 | 9:22 AM

BCCI સંચાલિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 27 ડિસેમ્બરે ઇન્દોર ખાતે યોજાશે. મહિલા ખેલાડીઓની સિદ્ધિને લઇને જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશને પણ મહિલા ખેલાડીઓનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો છે.

Jamnagar : જામનગર અને ક્રિકેટ એકબીજાના પર્યાય છે. જામ રણજિતસિંહથી લઇને રવિન્દ્ર જાડેજા સુધી અનેક ખેલાડીઓએ દુનિયાભરમાં જામનગરનું નામ રોશન કર્યું છે. જામનગરના યુવાનોની સાથે હવે જામનગરની દીકરીઓ પણ ક્રિકેટમાં નામ રોશન કરવા તૈયાર છે. જી હા ભારતમાં સૌપ્રથમ વખત યોજાનારી અંડર-15 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લાની 10 મહિલા ખેલાડીઓની સૌરાષ્ટ્ર અંડર 15ની મહિલા ટીમમાં પસંદગી થઇ છે.

ક્રિકેટ એસોસિયેશને મહિલા ખેલાડીઓનું સન્માન કરી ઉત્સાહ વધાર્યો

આ સાથે અંડર 19 માં 7 મહિલા ખેલાડી અને વેસ્ટ ઝોનમાં 1 મહિલા ખેલાડીની પસંદગી થતા જામનગરમાં ઉત્સાહનો માહોલ છે. મહત્વપૂર્ણ છે કે BCCI સંચાલિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 27 ડિસેમ્બરે ઇન્દોર ખાતે યોજાશે. મહિલા ખેલાડીઓની સિદ્ધિને લઇને જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશને પણ મહિલા ખેલાડીઓનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો છે.

Next Video