Surendranagar : બેફામ કાર ચાલકે 10 લોકોને લીધા અડફેટે, વાહન ચેકિંગ દરમિયાન બની હતી ઘટના, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં પોલીસ સામે જ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આઝાદ ચોકમાં બેફામ કારની અડફેટે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં પોલીસ સામે જ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આઝાદ ચોકમાં બેફામ કારની અડફેટે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બ્લેક ફિલ્મવાળી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કારચાલકે પોલીસથી બચવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પૂરપાટ કાર દોડાવી હતી. પોલીસે પીછો કરતા ખાખરાળી ચોક નજીક કાર મૂકીને કારચાલક ફરાર થયો હતો. કારમી નંબર પ્લેટના આધારે પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
બેફામ કાર ચાલકે 10 લોકોને લીધા અડફેટે
ઉલ્લેખનીય છે કે થાનગઢના આઝાદ ચોકમાં પોલીસ બ્લેક ફિલ્મ થતા વાહનોના દસ્તાવેજોની ચકાસણી કરી રહી હતી. તે દરમિયાન એક બ્લેકફિલ્મવાળી કાર ત્યાંથી નીકળી. જે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ કારચાલકે ટ્રાફિકથી ધમધમતા બજારમાં કાર દોડાવી દીધી. જે દરમિયાન અનેક વાહનોને અડફેટે લેતા 10 લોકો ઘાયલ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. અને પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.