ગીર સોમનાથ વીડિયો : ગેરકાયદે હથિયારની તપાસ માટે પાડેલા દરોડામાં 2 કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

|

Feb 11, 2024 | 3:09 PM

કોડીનારના જંગલેશ્વર મંદિર પાસે ખાનગી વાડીમાં આ ઘટના બની હતી. સંજય ચૌહાણ નામના શખ્સની વાડીમાં ગેરકાયદે બંદૂક છુપાવી હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. જેમાં SOGના બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.

ગીર સોમનાથમાં SOGના બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. લોખંડના પાઈપ સહિતના હથિયાર વડે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો હતો. ચાર મહિલા સહિત 10 લોકોએ બે કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બન્ને પોલીસ કર્મચારી તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ગેરકાયદે હથિયારની તપાસ માટે પાડેલી રેડ દરમ્યાન આ હુમલો થયો હતો.

કોડીનારના જંગલેશ્વર મંદિર પાસે ખાનગી વાડીમાં આ ઘટના બની હતી. સંજય ચૌહાણ નામના શખ્સની વાડીમાં ગેરકાયદે બંદૂક છુપાવી હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. આ ઘટનાના આરોપી અત્યાર પોલીસ સકંજામાં છે. જેમાં ચાર મહિલા સહિત 7 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પરંતુ મુખ્ય આરોપી સંજય ચૌહાણ સહિત ત્રણ આરોપી ફરાર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video