ગુજરાતમાં કોરોનાના કેસ (corona case) સતત વધી રહ્યા છે. વધતા કેસો વચ્ચે બાળકો (children)ને પણ કોરોનાનું સંક્રમણ થતુ હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જે વાલીઓ અને નાના બાળકોના માતા-પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે. સુરત (Surat)માં પણ વધતા કેસ વચ્ચે એક વર્ષની બાળકી સંક્રમિત થઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયુ છે.
બાળકોના માતાપિતા માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત થયું છે. બાળકીના માતાપિતા કોરોના સંક્રમિત થયા હતા. જેના કારણે બાળકીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. બાળકીની હાલત ગંભીર થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બાદમા બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.
બાળકીનું મોત થતા બાળકીના માતા-પિતા સહિત આસપાસના લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે. ગુજરાતમાં 23 જાન્યુઆરીએ કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. તેમજ 19 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 134837 એ પહોંચ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 11636 લોકોએ કોરોનાથી સાજા થયા છે.અમદાવાદ શહેરમાં 6191 કેસ નોંધાયા અને સર્વાધિક 6 દર્દીનાં મૃત્યુ નિપજ્યા તો વડોદરા શહેરમાં કોરોનાના નવા 2876 કેસ સામે આવ્યા. સુરત શહેરમાં કોરોનાના 1512 કેસ આવ્યા અને 2 દર્દીનાં મોત થયા છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-