Chhota Udepur: ST ડેપોમાં એક વર્ષના બાળકને ત્યજીને પિતા ફરાર, આખી રાત યુવાનોએ આ રીતે બાળકને સાચવ્યો, જુઓ વીડિયો

|

Jan 16, 2022 | 7:09 AM

બાળકના પિતા કડકડતી ઠંડીમાં માસુમને ત્યજીને અચાનક જ ત્યાંથી ગુમ થઇ ગયા હતા. આસપાસના લોકોએ પિતાની શોધખોળ હાથ ધરવા છતા તેમની જાણકારી મળી નહીં.

કોઇ પણ માતા-પિતા માટે પોતાનું બાળક (child) ખૂબ જ વ્હાલસોયુ હોય છે. જો કે  આ વાક્ય ખોટુ સાબીત થતુ હોય તેવી ઘટના છોટા ઉદેપુર (Chhota Udepur)માં સામે આવી છે. છોટા ઉદેપુરમાં એસટી ડેપો (Chhota Udepur ST Depo)માં મધરાત્રીએ એક પિતા પોતાના માત્ર એક જ વર્ષના દીકરાને ત્યજીને જતા રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

1 વર્ષના બાળકને ત્યજીને પિતા ફરાર

છોટાઉદેપુરમાં એક પિતા પોતાના એક વર્ષના બાળકને લઇને રાત્રે એસટી ડેપોમાં આવ્યા હતા. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર બાળક સાથે પિતા ત્રણ-ચાર કલાક સુધી એસટી ડેપોમાં જ હતા. અચાનક જ આ પિતા કડકડતી ઠંડીમાં પોતાના માસુમને ત્યજીને અચાનક જ ત્યાંથી ગુમ થઇ ગયા હતા. આસપાસના લોકોએ પિતાની શોધખોળ હાથ ધરવા છતા તેમની જાણકારી મળી નહીં

આખી રાત યુવાનોએ બાળકને સાચવ્યો

એસટી ડેપોમાં કડકડતી ઠંડીમાં એક વર્ષનો માસુમ ધ્રુજતો હતો. કેટલાક યુવાનો આ બાળકની વ્હારે આવ્યા અને એસટી ડેપો બહાર તાપણુ સળગાવીને બાળકને સાચવ્યો. ઘણા કલાકો સુધી આ યુવાનોએ બાળકના પિતાની રાહ જોઇ. સવારે આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા પિતાની શોધખોળ પણ કરી. છતાં પિતાની કોઈ જાણકારી ન મળી.

લાંબા સમય સુધી માસુમના પિતા ન આવતા અંતે યુવકોએ પોલીસ અને અભયમ હેલ્પલાઈનને જાણ કરી હતી. જે બાદ અભયમ ટીમ દ્વારા બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં મોકલી આપવામાં આવ્યો છે. તો પોલીસની ટીમે બાળકના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

અરવલ્લી : શામળાજી મંદિર પૂનમના દિવસે બંધ રહેશે, કોરોના મહામારીને કારણે લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ

ગુજરાતના બે ખેલાડી વોલીબોલ પ્રાઈમ લીગમાં પસંદગી પામ્યા

Next Video