Ahmedabad Video : પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

| Edited By: | Updated on: Jul 14, 2024 | 10:43 AM

ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયુ છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. ગઈકાલે રાત્રે અમદાવાદના SG હાઈવે પર આવેલ પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કેશોદમાં થયો ગમખ્વાર અકસ્માત

બીજી તરફ આજે જૂનાગઢના કેશોદના માણેકવાડા નજીક પણ અકસ્માતની ઘટના બની છે.ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકચાલકનુ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મૃતક યુવના કેશોદનો પરેશ લોઢીયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.