ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધિશોની બેદરકારીના પાપે 1.47 લાખ ખેડૂતો વીમાથી રહેશે વંચિત- વીડિયો

|

Mar 21, 2024 | 11:34 PM

ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિત સત્તાધિશોની ઘોર બેદરકારીના પાપે ભાવનગર અને ઘોઘાના 1.47 લાખ ખેડૂતો વીમાથી વંચિત રહેશે. ખેડૂતો, મજૂરો, વેપારીઓનો વીમો લેવાનું યાર્ડના અધિકારીઓ ભૂલી જતા ખેડૂતોને વીમાથી વંચિત રહેશે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિત સત્તાધિશોની ઘોર બેદરકારી સામે આવી છે. યાર્ડના અધિકારીઓ ખેડૂતો, મજૂરો, વેપારીઓનો વીમો લેવાનું ભૂલી ગયા. 15 તારીખ વીમો પૂર્ણ થતો હતો અને નવો વીમો લેવાનું યાર્ડના સત્તાધિશો ભૂલી ગયા. જે બાદ 16 મીથી ચૂંટણીની આચારસંહિતા લાગુ થતા હવે નવો વીમો નહીં લઈ શકાય.

યાર્ડના સત્તાધિશોની બેદરકારીના પાપે ભાવનગર અને ઘોઘાના 1.47 લાખ ખેડૂતો વીમાથી વંચિત રહેશે. આગામી 3 મહિનામાં જો કોઈ ખેડૂતનો અકસ્માત થાય તો જવાબદારી કોની તે સવાલ હર કોઈ ખેડૂતના મનમાં થઈ રહ્યો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 7 માર્ચે નવી બોડી રચાઈ છે. જેમા ચેરમેન, વાઈસ ચેરમેન સહિત તમામ બોડી ભાજપની છે. યાર્ડમાં ગત 15 માર્ચના રોજ ભાવનગર ગ્રામ્ય અને ઘોઘા તાલુકાના 1.47 લાખ જેટલા ખેડૂતોનો વીમો ઉતારવાનો હતો, જેમા એક લાખ રૂપિયાનો વીમો ખેડૂતોને મળવાપાત્ર હોય છે પરંતુ યાર્ડના સત્તાધિશો આ વીમો લેવાનું 15 તારીખે ભૂલી ગયા. એક તરફ ખેડૂતોના વિકાસલક્ષી ખેડૂતોને પડતી સમસ્યા દૂર કરવાની વાતો કરતી ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનો વીમો લેવાનુ જ ભૂલી ગઈ ત્યારે આ ત્રણ મહિના દરમિયાન ખેડૂતોને જો વીમાની જરૂરિયાત ઉભી થાય તો તે ક્યાં જાય? તે પણ મોટો સવાલ યાર્ડ સામે થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ભાવનગર: લગ્ન પ્રસંગમાં વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલમાં યુવકનું સારવાર દરમિયાન મોત- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:22 pm, Thu, 21 March 24

Next Video