Cricket : રોમાંચક મેચમાં બેટ્સમેન 3 વખત રન આઉટ થતાં માંડ-માંડ બચ્યો – જુઓ Video

| Updated on: Jul 15, 2025 | 5:30 PM

સોશિયલ મીડિયામાં હાલ એક એવો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે કે, જેને જોઈને તમે પણ હસી-હસીને લોટપોટ થઈ જશો. ક્રિકેટને 'જેન્ટલમેનની રમત' કહેવાય છે પણ બાળકો જે રીતે આ રમત રમી રહ્યા છે તે જોઈને તમે પણ હસવા લાગશો અને બાળપણના દિવસો યાદ કરવા લાગશો.

સોશિયલ મીડિયામાં હાલ એક એવો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે કે, જેને જોઈને તમે પણ હસી-હસીને લોટપોટ થઈ જશો. વીડિયોમાં બાળકોની એક ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે.

ટીમ સ્પેશિયલાઇઝ્ડ-સીને જીત માટે 1 બોલ અને 41 રન જોઈતા હતા અને એવામાં જે ઘટના છેલ્લા બોલે બની તે જોઈને દરેક ક્રિકેટપ્રેમીઓ ખુશ થઈ ગયા.

અંતિમ બોલ પર બેટ્સમેન શોટ મારીને એક રન લેવા માટે દોડે છે પણ નોન-સ્ટ્રાઈકર પર રહેલ બેટ્સમેન તેની જગ્યા પરથી હલતો જ નથી. ખાસ વાત એ છે કે, વિરોધી ટીમ ત્રણ વખત બેટ્સમેનને રનઆઉટ કરવાનો પ્રયાસ કરે છે.

દરેક વખતે બોલ સ્ટમ્પ તરફ થ્રો કરવામાં આવે છે, પરંતુ કોઈપણ થ્રો સ્ટમ્પને લાગતો નથી અને બેટ્સમેન રનઆઉટ થતાં બચી જાય છે. બાળકોની આ મેચને લોકો દિલથી એન્જોય કરી રહ્યા છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.