એક ફ્રોડ કોલ કે મેસેજ કરી શકે છે તમારું બેંક અકાઉન્ટ ખાલી, જાણો કેવી રીતે બચવું

| Updated on: Dec 25, 2024 | 7:26 PM

સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવા નવા રસ્તાઓ પણ શોધી રહ્યા છે. ફ્રોડ મેસેજ કે કોલ દ્વારા લોકોને મોટા પ્રમાણમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લોકોને અવનવી લાલચ કે ડર બતાવી ઠગાઈની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવા ફ્રોડ કોલ કે મેસેજથી કેવી રીતે બચવું તેના વિશે આ લેખમાં જાણીશું.

જે રીતે ડિજિટલ પેમેન્ટ લોકોમાં ફેમસ થઈ રહ્યું છે તે જ રીતે સાયબર ફ્રોડની ઘટનાઓ પણ વધી રહી છે. સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવા નવા રસ્તાઓ પણ શોધી રહ્યા છે. ફ્રોડ મેસેજ કે કોલ દ્વારા લોકોને મોટા પ્રમાણમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લોકોને અવનવી લાલચ કે ડર બતાવી ઠગાઈની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે.

ક્રિમિનલ માઇન્ડેડ લોકો તમારા મનમાં ડર ઉભો કરે છે અને તમને કોર્ટમાં તમારો મેમો પેન્ડીંગ છે કે વોરન્ટના બહાર પડ્યું છે તમારા ઘરે પોલીસ આવશે જેવા કોલ કરીને છેતરી રહ્યા છે. આ ઉપરાંત લકી ડ્રો અને ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સના નામે પણ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે.

જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો અને થોડા એલર્ટ રહેશો તો આવા ફ્રોડ કોલથી થતી છેતરપિંડીથી બચી શકશો. જો આવો કોઈ ફ્રોડ કોલ તમને આવ્યો છે તો તેની ફરીયાદ પોલિસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવો. એટલું જ નહીં તમે આ પ્રકારના ફેક કોલ કે પછી સાઈબર છેતરપિંડીની ફરિયાદ ઓનલાઈન પણ કરી શકો છો અથવા તો ટોલ ફ્રી નંબર 1930 પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.