બિગ બોસ 17: અંકિતા લોખંડેના પતિ વિકી જૈનને લઈને સોનિયા બંસલે કર્યો ખુલાસો, જુઓ વીડિયો

|

Nov 03, 2023 | 6:01 PM

સોનિયા બંસલ 'બિગ બોસ 17'ના ઘરમાં એક્ટિવ ખેલાડી હતી. પરંતુ તેના મિત્રોએ આપેલા દગાને કારણે સાઉથમાં ધૂમ મચાવી રહેલી આ એક્ટ્રેસને શોમાંથી બહાર થવું પડ્યું હતું. સોનિયા બંસલની વિરૂદ્ધ વોટ કરનારાઓમાં અંકિતા લોખંડેના પતિ વિકી જૈન હતા. વિકીએ સનાને મત આપ્યો હતો.

સોનિયા બંસલને બિગ બોસ 17ના ઘરમાંથી એલિમિનેટ કરવામાં આવી છે. કલર્સ ટીવીના રિયાલિટી શોમાં એન્ટ્રી કરનાર સોનિયા છેલ્લી કન્ટેસ્ટેન્ટ હતી અને આ સાઉથ એક્ટ્રેસ સલમાન ખાનના શોમાંથી બહાર થનારી પહેલી કન્ટેસ્ટેન્ટ હતી. ટીવી 9 સાથેની ખાસ વાતચીતમાં સોનિયાએ વિક્કીની ગેમને લઈને વાત કરી. સોનિયાએ કહ્યું કે વિકી આ શોનો માસ્ટરમાઈન્ડ ન હોઈ શકે, તે માત્ર મસ્તી કરવા માંગે છે. તે પ્રયાસ કરે છે, કન્ટેસ્ટેન્ટ વચ્ચે ડ્રામા થાય, પરંતુ બિગ બોસ એવો શો છે જ્યાં કોઈ માસ્ટરમાઈન્ડ ન હોઈ શકે. અહીં માત્ર બિગ બોસનું મગજ ચાલે છે.

તમને જણાવી દઈએ કે બિગ બોસના ઘરમાં સના અને સોનિયા વચ્ચેના વોટિંગના આધારે ઘરના સભ્યોએ નક્કી કરવાનું હતું કે બંનેમાંથી કોણ શોમાંથી બહાર રહેશે. જુઓ સોનિયા બંસલનો આ ધમાકેદાર ઈન્ટરવ્યુ.

આ પણ વાંચો: સારા અલી ખાન ફરી પહોંચી કેદારનાથ ધામ, તેનો વીડિયો જોઈને ફેન્સે કહ્યું – હર હર મહાદેવ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:21 pm, Mon, 30 October 23

Next Video