દરેક આતંકી હુમલાનો જવાબ ઓપરેશન સિંદૂરની માફક જ અપાશેઃ ભારતીય સેના
ડીજીએમઓ રાજીવ ઘાઈએ કહ્યું કે, ભારત ક્યા સુધી હુમલો કરી શકે છે તેની ચેતવણી આપવા માટે જ લાહોર એરબેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તમે સૌ કોઈ જાણો છો કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને કોણ સાથે આપે છે. જો તેઓ આતંકવાદીઓને સાથ આપવાનુ બંધ કરે તો, ઓપરેશન સિંદૂર જેવા ઓપરેશનની ક્યારેય જરૂર જ ના પડે.
પહેલગામના બૈસરનમાં આતંકવાદીઓએ, ગત 22મી એપ્રિલના રોજ નિર્દોષ 26 હિન્દુ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યાના બદલા સ્વરૂપ ભારતીય સૈન્યે ઓપરેશન સિંદૂરનો અમલ કર્યો હતો. આ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં ફુલીફલી રહેલા 100 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂરની સફળતા અંગે પત્રકારોને માહિતી આપતા ડીજીએમઓ રાજીવ ઘાઈએ કહ્યું કે, હવે પછી કોઈ પણ આતંકી હુમલાનો જવાબ, ઓપરેશન સિંદૂરની માફક જ આપવામાં આવશે.
એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા, ડીજીએમઓ રાજીવ ઘાઈએ કહ્યું કે, ભારત ક્યા સુધી હુમલો કરી શકે છે તેની ચેતવણી આપવા માટે જ લાહોર એરબેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તમે સૌ કોઈ જાણો છો કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને કોણ સાથે આપે છે. જો તેઓ આતંકવાદીઓને સાથ આપવાનુ બંધ કરે તો, ઓપરેશન સિંદૂર જેવા ઓપરેશનની ક્યારેય જરૂર જ ના પડે.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.
