મોરબીમાં બાઈક અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં વૃદ્ધનું મોત, જુઓ સીસીટીવી
મોરબી જિલ્લાના હળવદના રણજીતગઢ પાસે બાઈકચાલકની ભૂલના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બાઇક ચાલક વૃદ્ધ જઈ રહ્યા હતા ત્યારે વૃદ્ધ હાઇવે પર ડિવાઇડર ઓળંગીને અન્ય તરફના રસ્તે જઈ રહ્યા હતા. વૃદ્ધને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. પરંતુ વૃદ્ધ બચી શક્યા નહોતા. જો કે બાઈક ચાલક વૃદ્ધનું નામ બાવલભાઇ હોવાનું સામે આવ્યું છે.
મોરબીના હળવદમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, મોરબીમાં એક બાઈકચાલકની ભૂલના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હળવદમાં એક બાઈક ચાલક વૃદ્ધની કાર સાથે અડફેટે આવતા વૃદ્ઘનું મોત થઈ ગયું હતું, જો કે અકસ્માત બાદ બાઈકનો કચ્ચરધાણ નીકળી ગયો હતો અને અકસ્માત થવાના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
મોરબી જિલ્લાના હળવદના રણજીતગઢ પાસે બાઈકચાલકની ભૂલના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બાઇક ચાલક વૃદ્ધ જઈ રહ્યા હતા ત્યારે વૃદ્ધ હાઇવે પર ડિવાઇડર ઓળંગીને અન્ય તરફના રસ્તે જઈ રહ્યા હતા. અચાનક હાઇવે પર આવતી કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માત બાદ બાઇકનું તો કચ્ચરઘાણ નીકળ્યું. પરંતુ વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા. વૃદ્ધને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. પરંતુ વૃદ્ધ બચી શક્યા નહોતા. જો કે બાઈક ચાલક વૃદ્ધનું નામ બાવલભાઇ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Morbi News: રોંગ નંબરના કારણે દાંપત્ય જીવનમાં આવ્યું તોફાન, નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)

