Morbi News: રોંગ નંબરના કારણે દાંપત્ય જીવનમાં આવ્યું તોફાન, નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
મોબાઈલમાં મિસ કોલ કે રોંગ નંબર આવવા સામાન્ય બાબત છે, અનેકવાર એવુ પણ બને છે કે એક ખોટા આકડો દબાવવાના કારણે ખોટી જગ્યાએ ફોન જતો રહે છે. પરંતુ ઘણી વાર એક મિસ કોલને કારણે શાંતીથી ચાલતું જીવન ડામાડોળ થઈ જાય છે. આવું જ કંઈક બન્યું મોરબી તાલુકામાં રહેતી એક પરિણીતા સાથે...

મોરબીના ઘુંટુ રોડ ઉપર રહેતી એક પરિણીતાએ પોતાના મોબાઈલથી ભૂલથી રોન્ગ નંબર ડાયલ કર્યો હતો. સામેના મોબાઈલમાં મિસકોલ થઈ જતા થોડીવાર બાદ તે નંબર પરથી ફોન આવતા પરિણીતાએ ફોન રિસીવ કરી તેની સાથે વાત કરી હતી.
જાનથી મારી નાખવાની ધમકી આપી
બાદમાં અવારનવાર એક બીજાને ફોન કરતા વાતચીતમાં પરિચય ગાઢ બની ગયો હતો. પરિણીતાએ મિસકોલીયા મિત્ર સાથે વાતચીતનો સિલસિલો સતત ચાલુ રાખ્યા બાદ સમગ્ર મામલાની જાણ પરિણીતા ના પતિને થતા મિસકોલીયા મિત્રએ પરિણીતાના પતિને જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ફોન દ્વારા એકબીજાના પરિચયમાં આવ્યા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર સોસાયટીમાં રહેતા પ્રીતિબેન (નામ બદલ્યું છે) નામની પરિણીતા પોતાના મોબાઈલ ફોનમાંથી બીજાને ફોન લગાવતા હતા ત્યારે ભૂલથી મોબાઈલ નંબર પર મિસ કોલ થઈ ગયો હતો. થોડીવાર પછી સામેથી ફોન આવતા ફોન ઉપાડ્યો અને વાત કરી હતી. ફોન પર વાત કરવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા.
પતિ નોકરી પર જાય ત્યારે કરતી વાત
મોરબીના રણછોડનગરમાં રહેતા શાબ્બીર અને પ્રીતિબેન વચ્ચે વાતચીતનો સિલસિલો ચાલુ થયો હતો. દોઢ વર્ષ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા પ્રીતિબેનના પતિ ડ્રાઈવિંગનો ધંધો કરે છે. જ્યારે પતિ નાઈટમાં નોકરી કરવા જાય ત્યારે પ્રીતિબેન મિસકોલીયા મિત્ર શાબ્બીર સાથે વાતચીત કરતા હતા. બંને વચ્ચે ફોન પર વાતચીતનો દૌર ચાલી રહ્યો હતો.
પરિણીતાના ના પતિને આ અંગેની જાણ થતાં તેણે શાબ્બીરને ફોન કરી મળવા માટે બોલાવતા તે રૂબરૂ મળવા માટે આવ્યો હતો. પ્રીતિબેનના પતિએ શાબ્બીરને હવે ફોન નહીં કરવા કહ્યું હતું. શાબ્બીરે ફોન બંધ કરવાનો બદલે ફોન કરવાનું ચાલુ રાખ્યું અને પ્રીતિબેનને ધમકી આપી કે જો તું મારે સાથે વાત નહીં કરે તો તારા પતિને જાનથી મારી નાખીશ.
આરોપી શાબ્બીર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ
પતિને મારી નાખવાની નાખવા ધમકી તથા ફોન પર વાત કરવાનું દબાણ કરતા પરિણીતાએ મોરબી તાલુકા પોલીસમાં આરોપી શાબ્બીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે આરોપી શાબ્બીર વિરુદ્ધ આઈપીસી કલમ 504. 506(2) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)