ઝીંગા ઉછેર- દેશી માછલીના વ્યવસાયથી ખેડૂતો કરી રહ્યા છે મબલખ કમાણી, જાણો વધુ વિગતો
ભારતમાં કૃષિના પ્રવાહો સતત બદલાતા જોવા મળી રહ્યા છે. ખેડૂતો હવે માત્ર માછલી ઉછેર કે ઈંડા- પોલ્ટ્રી ફાર્મ સુધી જ સીમિત ન રહેતા, ઝિંગા ઉછેર, જળ સંવર્ધન આવી અનેક નવી તકનિકો તરફ પણ વળી રહ્યા છે.
ભારત પાસે દરિયાઈ સંપતિ વિપુલ પ્રમાણમાં રહેલી છે. તેમાં પણ ગુજરાત (Gujarat) પાસે તો 1600 kmનો વિશાળ દરિયાકાંઠો રહેલો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગા ઉછેર (Shrimp Farming) સરળતાથી કરી શકાય છે. પરંતુ ટેક્નોલોજીની મદદથી ખેડૂતો હવે ખેતરોમાં પણ ઝીંગા ઉછેર કરી શકશે. નિષ્ણાંતોના મતે, એક હેક્ટરમાં ઝીંગાનો ઉછેર કરીને ખેડૂતો 3-4 લાખ રૂપિયાનો નફો મેળવી શકે છે. ખેડૂતો હવે માત્ર પરંપરાગત ખેતી જ નથી કરતા, પરંતુ નવા- નવા વ્યવસાયો તરફ પણ વળી રહ્યા છે.
ભારતમાં લોકોની જીવનશૈલી અને ખાવા- પીવાની ઢબ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. વિશ્વમાં Shrimp એટલે કે ઝીંગા ખાન-પાનની એક બહુ લોકપ્રિય ડિશ છે. અત્યારે ઝીંગા ઉછેર ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકો માટે ઘણી તકો ખૂલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMSY) અંતર્ગત વર્ષ 2021-22માં અંતરદેસીય જલીય કૃષિમાં 2983 હેક્ટર તળાવો, 676 બાયોફલોક એકમો, 1178 પુનઃ પરિસંચરણ ઇકોકલ્ચર સિસ્ટમ, 10490 પીંજરા, 126 સંગ્રહ કોઠારો, 110 માછલી અને હેચરી માટે 79 હેક્ટર તળાવ ક્ષેત્રોની મંજૂરી આપવામાં આવી છે.
ઝીંગા ઉછેરમાં આ બાબતોનું ધ્યાન રાખો –
ઝીંગાને ખોરાક તરીકે 80 ટકા શાકાહારી અને 20 ટકા માંસાહારી ખોરાક આપવાથી ફાયદો થાય છે. સૌ પ્રથમ નર્સરી તૈયાર કરવા માટે તળાવમાંથી જૂનું પાણી કાઢીને, તેની સારી રીતે સફાઇ કર્યા બાદ સૂકાઇ ગયા પછી તેમાં ખેડાણ કરવામાં આવે છે. એક મીટર સુધી સ્વચ્છ પાણી ભરાયા બાદ તળાવમાં ઝીંગાના ઈંડા મૂકવામાં આવે છે.
ખોરાક માટે, તમે સોજી, લોટ અને ઇંડાનું મિશ્રણ બનાવીને એક વર્ષ માટે ઝીંગાને આપી શકો છો. ઈંડામાંથી નીકળતા લાર્વાને લગભગ 45 દિવસ સુધી તળાવમાં રાખવામાં આવે છે. આ પછી બેબી પ્રોન એટલે કે રેડીમેઈડ ફૂડ મુખ્ય તળાવમાં મૂકવામાં આવે છે. જો ખેડૂતો ઇચ્છે તો તેઓ પ્રોન સાથે દેશી માછલી પણ ઉછેરી શકે છે.
ઝીંગાના આહારમાં શાકાહારી અને માંસાહારી બંનેનો સમાવેશ થાય છે. તમે ઝીંગાને ઈચ્છો તો મસ્ટર્ડ કેક, રાઇસ બ્રાન અને ફિશમીલ પણ આપી શકો છો. તળાવના પાણીનું pH મૂલ્ય જાળવવા માટે, યોગ્ય માત્રામાં ચુના વડે કલરકામ કરાવી લેવાની સલાહ આપવામાં આવે છે. ખેડૂતો મીઠું તાજું પાણી અને ખારું પાણી – આમ બંને પ્રકારના પાણીમાં પણ ઝીંગા પાળી શકે છે.
આ પણ વાંચો – MSP પર ડાંગરની ખરીદીએ રેકોર્ડ તોડ્યો, ખેડૂતોને ચૂકવવામાં આવ્યા રૂ. 1,38,620 કરોડ રૂપિયા
આ પણ વાંચો – આ યુવક આજે ખેડૂતોને ઓર્ગેનિક હળદરની ખેતીમાં કરાવી રહ્યો છે લાખોની કમાણી