Dahod: મનગમતી યુવતીને પરણવા માટે ગોળ ગધેડાના માળામાં યુવાનો મહિલાઓના હાથની સોટીનો માર ખાય છે

જે યુવાન લાકડાના થાંભલા ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન થતા હતા. પણ હવે આજના આધુનિક યુગમાં ધીમે ધીમે આ પ્રથા વિસરાઈ ગઈ છે. હવે આ પ્રથા માત્ર મનોરંજન પુરતી રહી ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 8:23 AM

દાહોદ (Dahod)  જિલ્લામાં આદિવાસી (Tribal) વિસ્તારોમાં હોળીના પર્વની સાથે સાથે વર્ષો જૂની પરંપરાઓ (Traditions) સાથે જોડાયેલા વિવિધ મેળાઓ પણ ભરાય છે. હોળીના પર્વ બાદ છઠના દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં સ્વંયવરની પ્રથા સાથે જોડાયેલો પ્રસિદ્ધ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો (Gol Gadheda fair) ભરાયો હતો. હોળીના તહેવારમાં આદિવાસી સમાજના લોકો તેમના વતનમાં આવી જતાં હોય છે અને વિવિધ મેળાઓની મોજ માણતા હોય છે. કહેવાય છે કે, જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન થતા હતા. પણ હવે આજના આધુનિક યુગમાં ધીમે ધીમે આ પ્રથામાં બદલવામાં આવી છે. હવે આ પ્રથા માત્ર બોલવા અને સાંભળવા જેટલીજ રહી ગઈ છે. અને માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે.તેમ છતાં મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં આજે પણ યથાવત છે.

ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે, ધાનપુર ગામે એમ અનેક તાલુકામાં આ ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે. અને આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ મેળાને જોવા દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોના મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ અન્ય જિલ્લાના લોકો આવે છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચિનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં વિશ્વ પ્રસિદ્ધ દાહોદ જિલ્લામાં નો જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો ગુજરાત સહિત દેશમાં આગવી ઓળખ છે. પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે યોજવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: 12 વર્ષ પહેલાં નાના કાર્યક્રમથી શરૂ કરાયેલી ‘વીરાંજલી’એ આજે સમગ્ર અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ આજે ગુજરાતના પ્રવાસે, સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે, ગૃહમાં શિસ્ત જાળવવા સુચના

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">