Corona vaccination: અમદાવાદમાં કોરોનાની રસીનો જથ્થો ખુટ્યો, આજે તમામ લોકો માટે રસીકરણ બંધ

Corona vaccination: રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલુ કરવામા આવ્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં આજે 45 વર્ષથી વધુ વયના લોકોને રસી નહીં અપાય.

| Updated on: May 04, 2021 | 8:20 AM

Corona vaccination: રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલુ કરવામા આવ્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં આજે 45 વર્ષથી વધુ વયના લોકોને રસી નહીં અપાય. અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ, મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનું બંધ રહેશે.

આ ઉપરાંત ફ્રન્ટલાઈન વોરિયર્સ, હેલ્થ વર્કરને પણ રસી આપવામાં નહિં આવે. વેક્સિનનો જથ્થો મળ્યા બાદ ફરી 45થી વધુ વયના લોકોને રસી આપશે. મહત્વનું છે કે, ગઈકાલે રાજ્યમાં 1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 99 લાખ 41 હજાર 391 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 31 હજાર 820 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 25 લાખ 73 હજાર 211નું વેક્સિનેશન પૂર્ણ થયું છે

કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન બહુ ઝડપથી ચાલી રહ્યું છે. કોરોના રસીકરણના ત્રીજા તબક્કા માટે નોંધણીને લઈને પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે આ માટે ઓનલાઈ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છેતે પણ રફ્તારથી.તમે એ જાણીને હેરાન થઈ જશો કે સરકાર તરફથી જે કોવિન એપ પર ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે ત્યાં માત્ર ગણતરીની કલાકોમાં જ 1 કરોડથી વધુ લોકોએ વેક્સિનના ડોઝ માટે પોતાનું નામ નોંધાવ્યું.

દેશના માત્ર 3 રાજ્યો જ એવા નથી કે જ્યાં રસીની અછત છે આ ઉપરાંત 1 લી મેથી ક્યા કયા રાજ્યોમાં રસીકરણના ત્રીજા તબક્કા પર બ્રેક લાગી છે તેની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, પંજાબ,છત્તીસગઢ, દિલ્લી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક સહિતના રાજ્યોમાં સરકારે કોરોનાની રસીની અછતનું કારણ આગળ ધરીને કોરોના રસીકરણ 1લીથી શરૂ કરવાની ના પાડી દીધી છે.

એટલે કે વેક્સિનનો થર્ડ ફેઝ શરૂ થતાની પહેલા જ તેના પર સંકટના વાદળના મંડરાવા લાગ્યા છે જો કે જે રાજ્યોએ વેક્સિનની અછતને લઈને જે દાવા કર્યા છે તે સાચા હોય તો મોટો સવાલ છે કે આખરે વેક્સિનની અછત વચ્ચે લોકોને ડોઝ કેવી રીતે મળશે દરેક લોકોને રસી લગાડવાની છે આટલી મોટી માત્રામાં રસીની અછત દૂર થશે કેવી રીતે સ્ટોકને વધારવામાં આવશે ?
જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનનો દાવો છે કે, દેશમાં રસીની કોઈ કમી નથી વેક્સિન નિર્માતા કંપનીઓને સ્ટોક વધારવા માટે ઓર્ડર આપી દેવાયો છે. અમેરિકાથી પણ વેક્સિન બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ મંગાવી લેવાયો છે જેની વચ્ચે ખબર એ પણ છે કે, ભારતમાં બહું ઝડપથી સ્પૂતનિક-વી વેક્સિન પણ લાગવાનું શરૂ થઈ જશે. એટલે કે, હવે ભારતમાં કોવેક્સિનની અને કોવિશીલ્ડની સાથે સાથે સ્પૂતનિક-વી પણ લાગવાનું શરૂ થઈ જશે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">