બાળકોને લિફ્ટમાં એકલા ન મુકો- જુઓ રમત રમતમાં કેવો ફસાયો બાળક- Video
બાળકોને લિફ્ટમાં એકલા ન જવા દેશો, રમતિયાળ સ્વભાવના બાળકો લિફ્ટ સાથે મસ્તી કરે છે અને ક્યારેક મોટી આફતને આમંત્રણ આપી બેસે છે. જુઓ વીડિયો
લિફ્ટમાં બાળકોને એકલા ન જવા દેવા જોઈએ, કારણ કે બાળકો દરેક વસ્તુને રમતમાં લે છે અને તેમની આ રમત ક્યારેક જીવનું જોખમ પણ બની શકે છે. આવો જ એક લિફ્ટમાં ફસાયેલા બાળકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 7 થી 8 વર્ષનો બાળક પહેલા લિફ્ટમાં જાય છે તેની સાથે રમત પણ કરે છે. પરંતુ બાળકને લિફ્ટ સાથેની આ મસ્તી ભારે પડે છે. લિફ્ટ અધવચ્ચે જ અટકી જાય છે, આથી બાળક લિફ્ટને ખોલવા માટે હવાતિયા મારે છે પરંતુ લિફ્ટ ખૂલતી નથી. આવી સ્થિતિમાં તેની પાસે કોઈ મોબાઈલ પણ નથી કે તે ફોન કરીને જાણ કરી શકે. અંતે તે પોતાની જાતને નિ:સહાય અનુભવે છે અને રડવા લાગે છે. બૂમો પાડે છે.
આ ઘટના જ દર્શાવે છે કે બાળકોને લિફ્ટમાં એકલા મુકવા એ કેટલી હદે જોખમી સાબિત થઈ શકે છે.
વાયરલ વીડિયોન લગતા આવા જ અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો