Breaking News : પાકિસ્તાનના હિંદુ લગ્નની અનોખી પરંપરા, જાનથી લઈને ભોજન સુધીના રિવાજોએ ખેંચ્યું સૌનું ધ્યાન

Breaking News : પાકિસ્તાનના હિંદુ લગ્નની અનોખી પરંપરા, જાનથી લઈને ભોજન સુધીના રિવાજોએ ખેંચ્યું સૌનું ધ્યાન

| Edited By: | Updated on: Jan 25, 2026 | 12:52 PM

વીડિયોમાં પાકિસ્તાની હિંદુ પરિવારનું ઘર, રસોડું અને ભોજન બનાવવાની પ્રક્રિયા પણ દેખાડવામાં આવી છે. મહિલાઓ રોટલી બનાવતી જોવા મળે છે, જ્યારે આસપાસ નાના બાળકો ખુશીના માહોલમાં રમતા અને હસતા નજરે પડે છે. લગ્ન પ્રસંગે ખજૂર અને અન્ય વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે.

Hindu Wedding in Pakistan: પાકિસ્તાનમાં વસતા હિંદુ સમુદાયના લગ્નવિધિ અને પરંપરાઓ આજે પણ તેમની સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોને જીવંત રાખે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પાકિસ્તાની હિંદુઓની લગ્ન જાન અને તેના અનોખા રિવાજો જોવા મળ્યા છે, જે લોકો માટે ખાસ રસનું કેન્દ્ર બન્યા છે.

વીડિયોમાં જોવા મળે છે કે લગ્નની જાન ખુશીના માહોલમાં નૃત્ય અને ઉજવણી સાથે કન્યાના ઘરે પહોંચે છે. જાનૈયાઓ ડાન્સ કરતા, ગીતો ગાતા અને ખુશી વ્યક્ત કરતા નજરે પડે છે. જાન આવતાં જ વરરાજાને ખાટલા પર બેસાડવામાં આવે છે, જે એક વિશેષ પરંપરા માનવામાં આવે છે. સાથે જ જાનૈયાઓને પણ ખાટલા પર બેસાડીને આવકાર આપવામાં આવે છે.

ખજૂર સહિતની પરંપરાગત ભેટ આપવાનો રિવાજ

લગ્ન દરમિયાન કન્યા પક્ષ તરફથી વરરાજા અને જાનૈયાઓ સાથે વિવિધ વિધિઓ કરવામાં આવે છે. કન્યાના માતા-પિતાને ખજૂર સહિતની પરંપરાગત ભેટો આપવામાં આવે છે, જે સન્માન અને શુભેચ્છાનો પ્રતીક માનવામાં આવે છે.

વીડિયોમાં પાકિસ્તાની હિંદુ પરિવારનું ઘર, રસોડું અને ભોજન બનાવવાની પ્રક્રિયા પણ દેખાડવામાં આવી છે. મહિલાઓ રોટલી બનાવતી જોવા મળે છે, જ્યારે આસપાસ નાના બાળકો ખુશીના માહોલમાં રમતા અને હસતા નજરે પડે છે. લગ્ન પ્રસંગે ખજૂર અને અન્ય વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે.

આ રિવાજો દર્શાવે છે કે પાકિસ્તાનમાં હિંદુ સમુદાય આજે પણ પોતાની પરંપરા, એકતા અને સાંસ્કૃતિક ઓળખને ગૌરવ સાથે જાળવી રાખે છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.