AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ભારત માટે રાહત, LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત

Breaking News: પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ભારત માટે રાહત, LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2026 | 11:17 AM
Share

પશ્ચિમ એશિયામાં વધતા લશ્કરી તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય ધ્વજ ધરાવતો LPG ટેન્કર ગ્રીન આશા સુરક્ષિત રીતે પસાર થયો છે અને ટૂંક સમયમાં ત્રીજું જહાજ જગ વિક્રમ પણ આવી શકે છે. અત્યાર સુધી કુલ 6 ભારતીય ટેન્કરોએ સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી દેશની ઉર્જા પુરવઠાની સાંકળ અવિરત રાખી છે.

પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવ અને સુરક્ષા ચિંતાઓ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંના એક છે, ત્યાંથી ભારતીય ધ્વજ ધરાવતો LPG ટેન્કર ગ્રીન આશા (Green Asha) સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે પસાર થયો છે. આ સાથે જ ટૂંક સમયમાં ત્રીજું જહાજ જગ વિક્રમ (Jag Vikram) પણ ભારત આવી શકે છે.

આ અગાઉ કુલ 6 ભારતીય ટેન્કરો સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દેશની ઉર્જા પુરવઠાની સાંકળ અવિરત રાખી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગ્રીન આશા નવમું ભારતીય જહાજ છે જે વર્તમાન સંઘર્ષ વચ્ચે આ મહત્વપૂર્ણ માર્ગથી પસાર થયું છે. અગાઉ BW TYR, BW ELM, પાઈન ગેસ અને જગ વસંત જેવા જહાજોએ પણ LPG સુરક્ષિત રીતે ભારત પહોંચાડ્યું હતું.

માત્ર ગેસ જ નહીં, પરંતુ ક્રૂડ ઓઈલની સપ્લાય પણ સુરક્ષિત રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ જગ લાડકી (Jag Ladki) યુએઈથી 80,886 ટન ક્રૂડ ઓઈલ લઈને આવી, જ્યારે જગ પ્રકાશ (Jag Prakash) ઓમાનથી ગેસોલિન લઈને આગળ વધ્યું. શુક્રવારે ગ્રીન સાનવી (Green Sanvi) પણ 46,650 મેટ્રિક ટન LPG સાથે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી સુરક્ષિત પહોંચ્યું.

હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીં કોઈ નાકાબંધી અથવા સંઘર્ષ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઉછાળો લાવી શકે છે. ભારતીય જહાજોની સતત અવરજવર દર્શાવે છે કે દેશે દરિયાઈ સુરક્ષા અને રાજદ્વારી સ્તરે સંપૂર્ણ તૈયારી કરી રાખી છે, જે ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો-Breaking News: ઈરાનને ફરી ઝટકો ! અમેરિકાએ લશ્કરી સેનાના મુખ્યાલય IRGC પર કર્યો હુમલો, અનેક કમાન્ડરોના મોત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">