AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો, જુઓ વીડિયો

Breaking News : રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2026 | 1:01 PM
Share

રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરનો મુદ્દો સામે આવ્યો છઠે.મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. આ કૌંભાડનો આંકડો 700 કરોડ સુધી પહોંચે તો નવાઇ નહિ. હાલમાં 32 જેટલા ખેડૂતોની જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે.

રાજકોટમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો કેસ સામે આવ્યો છે. મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા સામે પોલીસની કાર્યવાહી તેજ કરી છે.વધુ કેટલાક ભોગ બનનારા ખેડૂતોએ SPને રજૂઆત કરી છે.ખેડૂતોની રજૂઆત બાદ વધુ 4 ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.3 ફરિયાદ કાલાવડમાં અને એક ફરિયાદ ગોંડલ પોલીસ મથકમાં નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.કૌભાંડનો આંક 700 કરોડ સુધી પહોંચી શકે છે, 32 જેટલા ખેડૂતોની જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે.

આરોપીઓએ બોગસ કોલ સેન્ટર ખોલી ખેડૂતોને સસ્તી લોન આપવાની લાલચ આપીને કુલ 45 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડી છે.રાજકોટ શહેરમાં પણ અનેક લોકો ભોગ બન્યાની શક્યતા છે.હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

કોલ સેન્ટરનો મુદ્દો ગરમાયો

સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરનો મુદ્દો ગરમાયો છે.રાજકોટમાં બોગસ કોલ સેન્ટર થકી ખેડૂતોને છેતરવાના કૌભાંડનો મુદ્દો સામે આવ્યો છે. વધુ કેટલાક ભોગ બનનાર સામે આવ્યા છે.ભોગ બનનાર ખેડૂતોએ ગ્રામ્ય એસપીને રજૂઆત કરી છે.કુલ 45 કરોડ રૂપિયાની જમીન અલ્પેશ દોંગા તેમજ અક્ષિત અકબરી સહિતની ગેંગ દ્વારા પચાવી પાડવામાં આવી હતી. એક બાદ એક ભોગ બનનાર ખેડૂતો ગ્રામ્ય એસપીનો સંપર્ક કરી રહ્યા છે. આ આખું કૌંભાડ સૌરાષ્ટ્રમાં જોડાયેલું હોય તેવું લાગી રહ્યું છે.

સસ્તી લોન મોંઘી પડી

ખેડૂતોને વિશ્વાસમાં લેતા હતા. સસ્તી લોનના નામે ખેડૂતની જમીન લખાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ આરોપી ખેડૂતોની જમીનને વેંચી નાંખતો હતો. આમ સસ્તા ભાવે લોન આપી કરોડો રુપિયામાં જમીન વેંચી નાંખતો હતો. 14 મહિલાઓ અલગ અલગ ટ્રસ્ટમાં ખેડૂતોને જોડવાનું કામ કરતી હતી. હજારો નંબરનો ડેટા પણ હાલમાં મળી આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી કે, સસ્તી લોન આપવામાં કોઈ ભોગ બન્યા હોય તો સામે આવે.પોલીસની ઢીલી નીતિના કારણે અલ્પેશ પહેલા બચી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

 

Breaking News : નીરુ ઢાંડાએ ઈતિહાસ રચ્યો,Asian Games 2026માં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">