AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નીરુ ઢાંડાએ ઈતિહાસ રચ્યો,Asian Games 2026માં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય શૂટર નીરુ ઢાંડા ( Neeru Dhanda )એ મહિલા ટ્રેપ શૂટિંગ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ( gold medal ) જીત્યો છે. આ ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે. આ પહેલા નીરુએ આ જ ઇવેન્ટમાં મહિલા ટીમ સિલ્વર મેડલ જીત્યો હતો.

Breaking News : નીરુ ઢાંડાએ ઈતિહાસ રચ્યો,Asian Games 2026માં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો
| Updated on: Sep 29, 2026 | 11:30 AM
Share

નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ ઇવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. નીરુએ ફાઇનલમાં 28 પોઇન્ટ મેળવીને એક નવો એશિયન રેકોર્ડ બનાવ્યો. આ વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે, અને વ્યક્તિગત ઇવેન્ટમાં તેનો પહેલો ગોલ્ડ મેડલ હતો. અગાઉ, ચારેય ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટમાં આવ્યા હતા. ભારતના મેડલની સંખ્યા હવે 47 થઈ ગઈ છે. એશિયન ગેમ્સ 2026માં  5 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 47 મેડલ છે.

2028 ઓલિમ્પિક માટે મજબુત ખેલાડી

એક સામાન્ય પરિવારમાંથી આવતી અને પોતાની કારકિર્દી દરમિયાન નાણાકીય પડકારોનો સામનો કરતી નીરુની સફરને હિંમત અને દૃઢ નિશ્ચયની પ્રેરણાદાયી સ્ટોરી તરીકે જોવામાં આવે છે. લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે તે શોટગન શૂટિંગમાં ભારતની સૌથી મજબૂત મેડલ આશાઓમાંની એક માનવામાં આવે છે.

એશિયન ગેમ્સ ક્વોલિફિકેશનનો નવો રેકોર્ડ

એશિયન ગેમ્સ 2026માં શૂટિંગમાં ભારતે મેડલ જીતવાનો સિલસિલો ચાલું રાખ્યો છે. મહિલા ટ્રૈપ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની ત્રિપુટી નીરુ, આશિમા અને મનીષાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.નીરુએ વ્યક્તિગત ઇવેન્ટના આઠ-શૂટર ફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું. તેમણે કતારના રે બેસિલ સાથે 118 પોઈન્ટ સાથે બરાબરી કરી, જે એશિયન ગેમ્સ ક્વોલિફિકેશનનો નવો રેકોર્ડ છે. વ્યક્તિગત ઇવેન્ટમાં, આશિમા અહલાવત 16મા અને મનીષા કીર 23મા સ્થાને રહી.

View this post on Instagram

નીરુ ઢાંડા કોણ છે ?

નીરુ ઢાંડા એક ભારતીય ટ્રેપ શૂટર છે. જે દેશના ટોચના શોટગન શૂટિંગ સ્ટાર્સમાંની એક તરીકે ઉભરી આવી છે. 26 વર્ષીય આ ખેલાડીએ ISSF વર્લ્ડ કપમાં મહિલા ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાંની એક, ઇટાલીના લોનાટોમાં ISSF શોટગન વર્લ્ડ કપમાં આ સિદ્ધિ હાંસલ કરી. નીરુએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું અને પછી ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અને ફ્રાન્સના ઓલિમ્પિયન કેરોલ કોર્મેનિયરને હરાવી હતી.

એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલની સંખ્યાની વાત કરી તો. 5 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 47 મેડલ સાથે ભારત એશિયન ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં 11માં સ્થાન પર છે.

Breaking News : Asian Games 2026માં શૂટિંગમાં મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">