Breaking News : આગ લાગ્યાની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, 12 ના મોત
મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા રેલવે સ્ટેશન પાસે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડતા અનેક મુસાફરોના મોત થયા હોવાની વાત સામે આવી છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા વચ્ચે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. આ દરમિયાન, સામેથી આવી રહેલ બીજી ટ્રેનની ટક્કરથી ઘણા મુસાફરોના મોત થયા હોવાના સમાચાર સાપડી રહ્યાં છે.
મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા રેલ્વે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાઓ વચ્ચે, મુસાફરો ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કરી દીધું. આ સમય દરમિયાન, બીજી ટ્રેનની ટક્કરથી અને નીચે પડવાથી કુલ 12 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં, ચેઇન પુલિંગ પછી પાટા પર આવી ગયેલી બીજી ટ્રેનના મુસાફરોને ટ્રેન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.
ANI અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવમાં પુષ્પક એક્સપ્રેસના ઘણા મુસાફરો તેમના કોચની બહાર ઉભા હતા, તેમને ટ્રેનમાં આગ લાગવાની શંકા હતી. આ સમય દરમિયાન તેમને કર્ણાટક એક્સપ્રેસ ટ્રેને ટક્કર મારી હતી. અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Maharashtra | Passengers of Pushpak Express were hit by Karnataka Express train in Jalgaon District. The passengers were outside their coaches suspecting some fire in the train. Railway officials and other staff have reached the spot. More details awaited. pic.twitter.com/SOUfu9lO7y
— ANI (@ANI) January 22, 2025