Breaking News: ઓપરેશન સિંદૂરથી પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ સહીત 100 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો-ભારતીય સૈન્ય
ભારતીય સૈન્યે નક્કી કરેલા તમામ ટાર્ગેટને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યા છે. ભારતીય સૈન્યે કરેલા હુમલામાં પાકિસ્તાનના 35-40 જેટલા સૈનિકો પણ માર્યા ગયા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ આજે સાંજે ભારતીય સૈન્યે ખાસ પ્રેસકોન્ફરન્સ યોજી હતી. ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે, ઓપરેશન સિંદૂર ખાસ કરીને આતંકનો ખાત્મો કરવા માટે જ યોજાયુ હતું. ભારતીય સેન્ય તેમાં સફળ રહ્યું છે. આ ઓપરેશન સિંદૂર થકી, ભારતીય સૈન્યે 100 જેટલા આતંકવાદીઓને જહન્નમમાં મોકલી દેવાયા છે. જેમાં પુલવામાં હુમલાનો માસ્ટર માઈન્ડનો પણ સમાવેશ થાય છે.
પહેલગામ બૈસરન આતંકી હુમલા બાદ, ભારતીય સૈન્યે આતંકવાદીઓ અને આંતકના પપેટને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં તે સફળ રહ્યું છે. આ ઓપરેશનમાં પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ સહીતના 3 ખૂંખાર આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
ભારતીય સૈન્યે નક્કી કરેલા તમામ ટાર્ગેટને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યા છે. ભારતીય સૈન્યે કરેલા હુમલામાં પાકિસ્તાનના 35-40 જેટલા સૈનિકો પણ માર્યા ગયા છે.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.
