Breaking News : સુરતમાં જળબંબાકાર! અનેક વાહનો પાણીમાં ફસાયા, સ્કૂલે અને ટ્યુશને જતા વિદ્યાર્થીઓ અને લોકો અટવાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 30, 2026 | 10:33 AM

સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.વરસાદ શરૂ થતા જ પાલિકાની પોલ ખુલ્લી છે.ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.અનેક વાહનો બંધ પડ્યા,સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ -મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે.

સુરત શહેરમાં વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ છે. ચોમાસાની શરુઆતમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  વરસાદ શરૂ થતા જ પાલિકાની પોલ ખુલ્લી છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.

બીજી બાજુ પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને વાહનો બંધ પડ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ -મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે.ઉધના ભીમનગર ગરનાળાનો પાણીમાં ગરકાવ થયો છે. કામ ધંધા અર્તે જતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે.

શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા

પાલિકા પ્રત્યય સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.સિંગણપોર વિસ્તારમાં ધોધમાર વરસાદથી સ્કૂલે અને ટ્યુશને જતા વિદ્યાર્થીઓ અને લોકો અટવાયા હતા.કેટલાક સ્થળોએ ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા હતા. કીમ ચાર રસ્તા નજીક આવેલા ફિરદૌસ શોપિંગમાં પાણી ભરાયા હતા.પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી પડી હતી. વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં પાણીનો ભરાવો થયો હતો. શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતાં દુકાનદારોએ દુકાન બંધ રાખવાની ફરજ પડી હતી.

હાલાકીનો વરસાદ

સુરત શહેરના વરાછા ઈશ્વર કૃપા સોસાયટીમાં ભારે વરસાદના કારણે ઝાડ પડી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડ હટાવી સ્થિતિ સામાન્ય બનાવી હતી. શહેરનાં મોટા વરાછા વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળી હતી.રાત્રિના સમયે પડેલા વરસાદ માં ફોરવહીલ અને ટુ વ્હીલ પાણીમાં ગરકાવ થયા છે.

 

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us