Breaking: ‘મોદીના બાપ પણ જેલમાં જશે’, ખડગેનું વિવાદિત નિવેદન, પટનાના કાર્યક્રમમાં ભારે હોબાળો, જુઓ-VIDEO

| Updated on: Oct 25, 2026 | 6:27 PM

પટનામાં ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ પર ભારે હોબાળો થયો. વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી બાદ કાર્યકરો વચ્ચે મારામારી થઈ, જે અંગે ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પટનામાં મોટું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર અશોભનીય ટિપ્પણી કરી છે. ખડગેના આ ભાષણ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો અને મારામારી જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમ છતાં કોંગ્રેસ અધ્યક્ષ અટક્યા નહીં અને તેઓ સતત બોલતા રહ્યા હતા.

બિહારના પટનામાં ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સંબોધન દરમિયાન ભારે હોબાળો થયો હતો. તેઓ સતત પીએમ મોદી વિરુદ્ધ બોલી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે પીએમ મોદી ક્યાંય નહીં જાય, જેના પર ખડગેએ વળતો જવાબ આપ્યો કે, “મોદીના બાપ પણ જશે.” આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો તે વ્યક્તિને માર મારતા નજરે પડ્યા હતા.


ભાજપે આ સમગ્ર મામલે કોંગ્રેસ સામે આકરી પ્રતિક્રિયા આપી છે.

Breaking: ડોલરના દબદબા વચ્ચે મોટું પગલું! ભારત અને રશિયા 2030 સુધીમાં કરશે $100 Billion નો કારોબાર

Published on: Oct 25, 2026 06:23 PM
Follow Us
Loading...
Unable to load recommendations.