Breaking News : કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ

સૌરાષ્ટ્રના અગ્રીમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું વહેલું આગમન થયું છે. પ્રથમ દિવસે 200 બોક્સની આવક નોંધાઈ, જેના મુહૂર્તના બોક્સ રૂ. 2500 થી રૂ. 5500માં વેચાયા. કિલોદીઠ ભાવ રૂ. 251 થી રૂ. 551 રહ્યા. આ વર્ષે કેરી 8 દિવસ વહેલી આવતા સારા ઉત્પાદનની આશા છે. આગામી સમયમાં આવક વધશે.

| Updated on: Mar 18, 2026 | 8:04 AM

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ જણસી ઉપરાંત ફળફ્રૂટના વેપારમાં પણ મોખરે છે. ફળોના રાજા કેસર કેરીના આગમન સાથે જ યાર્ડમાં રોનક જોવા મળી છે, જે કેરી રસિકો માટે પણ ખુશખબર છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની પ્રથમ કેસર કેરીના 200 બોક્સની આવક થઈ હતી.

આ પ્રથમ આવકની હરાજીમાં મુહૂર્તના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 2500 થી લઈને ઊંચામાં 5500 સુધી બોલાયા હતા. સામાન્ય રીતે, કેરીના કિલોદીઠ ભાવ ઊંચામાં રૂ. 551 અને નીચામાં રૂ. 251 નોંધાયા હતા. કેરીની ગુણવત્તા સારી હોવાથી વેપારીઓ સંતુષ્ટ છે અને ખેડૂતોને પૂરતો ભાવ મળતા તેઓ પણ રાજી થયા છે.

વેપારીઓના મતે, આ વર્ષે કેસર કેરીનું આગમન સામાન્ય કરતાં 8 દિવસ વહેલું થયું છે, જે આગામી સમયમાં સારા ઉત્પાદન અને વધુ આવકની આશા જગાવી રહ્યું છે. અપેક્ષા છે કે આગામી દિવસોમાં કેરીના પાકમાં વધારો થશે અને તેની આવક પણ વધુ રહેશે. ટીવી9 ગુજરાતી દ્વારા આ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.

LPG Gas Cylinderનું ફોનથી બૂકિંગ નથી થઈ રહ્યું? આ ટ્રિકથી મિનિટોમાં બૂક થઇ જશે આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:30 pm, Tue, 17 March 26

Follow Us