Breaking News : થાણેમાં ચાલતી કારમાં ડ્રાઇવરને આવ્યો હાર્ટ-એટેક, 4 વાહનચાલકને લીધા અડફેટે, 4ના મોત, જુઓ Video
મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઈવરને હાર્ટ- એટેક આવતા અકસ્માતની ઘટના બની હતી. થાણે જિલ્લાના અંબરનાથમાં આ ઘટના બનાવી હતી. કાર બેકાબૂ બનતા 4 જેટલા વાહનચાલકને અડફેટે લીધા છે.
ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કે દેશના અન્ય રાજ્યોમાં પણ દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળે છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ આવી એક દુર્ઘટના બની છે. જેમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યાં છે.
મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઈવરને હાર્ટ- એટેક આવતા અકસ્માતની ઘટના બની હતી. થાણે જિલ્લાના અંબરનાથમાં આ ઘટના બનાવી હતી. કાર બેકાબૂ બનતા 4 જેટલા વાહનચાલકને અડફેટે લીધા છે. કારની જીવલેણ ટક્કરે 4 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે એક બાઈક સવાર હવામાં ઉછળીને ફ્લાયઓવરથી નીચે પટકાયો છે. ઘટનાની જાણ થતા થાણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં કાર ચલાવી રહેલા વ્યક્તિને અચાનક હાર્ટ-એટેક આવ્યો. જેના કારણે બેકાબૂ કાર સામેથી આવતા વાહનો સાથે અથડાઈ અને પલટી ગઈ. શહેરના ફ્લાયઓવર પર થયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના ફ્લાયઓવર પાસેની ઇમારત પર લાગેલા CCTVમાં રેકોર્ડ થઈ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
