Exclusive Video: તે સપનું, સપનું જ રહી ગયું… ઘર બનાવવા માંગતા હતા મનોજ બાજપેયી, પરંતુ આ કારણે અધૂરું રહી ગયું સપનું
Manoj Bajpayee: મનોજ બાજપેયી તેની અપકમિંગ ફિલ્મ 'ગુલમહોર'માં (Gulmohar) એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. તેની આ ફિલ્મ હોટસ્ટાર પર રિલીઝ થશે.
હોળીના અવસર પર બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર મનોજ બાજપેયીની ફિલ્મ ‘ગુલમોહર’ રીલિઝ થવા જઈ રહી છે. મનોજની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થશે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન આ ફેમસ બોલિવૂડ એક્ટરે ટીવી9 સાથે તેના પાત્ર અને તેના જીવન વિશે ખુલીને વાત કરી. આ ફિલ્મ ગુલમહોર એક પરિવારની સ્ટોરી છે. આજની સુપરફાસ્ટ લાઈફમાં શું તમારા પરિવારને આ રીતે સાથે લાવવું અને સંબંધોને સાથે રાખવા મુશ્કેલ બની ગયું છે? આ સવાલ પૂછવા પર મનોજે તેના સપના અને તેની સાથે થયેલા વિશ્વાસઘાત વિશે કહ્યું.
મનોજ બાજપેયીએ કહ્યું “આજની દુનિયામાં બધા સંબંધોને આ રીતે સાથે રાખવા ખૂબ જ મુશ્કેલ છે. મેં ઘણા વર્ષો સુધી પ્રયત્ન કર્યો કે અમે બધા સાથે રહીએ. પછી હું મુંબઈ આવ્યો. દેખીતી રીતે હું દૂર આવી ગયો. દરેકને પોતાનો પરિવાર મળ્યો. 6 ભાઈ-બહેનનો અમારો પરિવાર છે. હું ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ એક જ બિલ્ડિંગમાં રહે. એકબીજાના ઘરે આવતા રહે. હું તમને એક અદ્ભુત વાત કહું.”
મનોજ બાજપેયી સાથે થઈ હતી છેતરપિંડી
મનોજ બાજપેયીએ આગળ કહ્યું કે, “જ્યારે હું ટીવી સિરિયલો કરતો હતો, ત્યારે હું સ્વાભિમાન નામની સિરીયલ કરી રહ્યો હતો અને પ્લોટમાં રોકાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગ્રેટર નોઈડામાં ત્યારે પ્લોટિંગની સ્કીમ બહાર પડી હતી. મારા ઓળખીતા કોઈએ કહ્યું કે તમે પૈસા મોકલતા રહો, હું તમારા માટે બુક કરાવીશ.
હું જે કમાતો તે તેમને મોકલતો. હું તે એટલા માટે કરી રહ્યો હતો કારણ કે હું સપનું જોઈ રહ્યો હતો કે તે પ્લોટ પર એક ઘર બનશે અને દરેક માટે એક માળ હશે. પાછળથી મને ખબર પડી કે તે માણસ આર્થિક તંગીમાં હતો, તેથી હું જે પૈસા મોકલતો હતો, તે પોતાની મુશ્કેલીઓ માટે ખર્ચી રહ્યો હતો. પરંતુ એ ઘર બનાવવાનું મારું સપનું સપનું જ રહી ગયું.
આ પણ વાંચો: રિયા કપૂરે આપી ‘વીરે દી વેડિંગ 2’ને લઈને હિન્ટ, ફરી સાથે જોવા મળશે કરીના કપૂર અને સોનમ કપૂર!
વ્યસ્ત જીવન છતાં એક સાથે રહેવાનો પ્રયાસ
પોતાના પરિવારને એકસાથે લાવવાના પ્રયાસ વિશે વાત કરતા મનોજ બાજપેયીએ કહ્યું, “આજે પણ વર્ષમાં એકવાર અમે આખા પરિવારને સાથે લાવવાનો પ્રયાસ કરીએ છીએ. એક સાથે ડિનર કરો.”