Bharuch : ઝાડેશ્વર વિસ્તારમાં પાર્ક કાર સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો, જુઓ Burning Car નો વિડીયો

|

Apr 23, 2022 | 7:38 AM

ઝાડેશ્વર શીતળામાતાના મંદિર નજીક પાર્ક કરેલી કાર રાતે ૯ વાગ્યાના અરસામાં અચાનક સળગી ઉઠી હતી. પળભરમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઇ ગઈ હતી જેને બુઝાવવામાં આવી પણ તે સંપૂર્ણ કાટમાળમાં પરિવર્તિત થઇ ગઈ હતી.

ભરૂચ(Bharuch)ના ઝાડેશ્વર વિસ્તાર(Zadeshwar)માં પાક કરેલી કાર અચાનક સળગી ઉઠતા દોડધામ મચી હતી. અચાનક કાર સળગી ઉઠતા અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. કારમાં આગ બુઝાવવાના સ્થાનિકોના પ્રયાસ સફળ ન રહેતા ભરૂચ નગર પાલિકા(Bharuch Nagar Palika) ફાયર બ્રેગેડને મદદ માટે કોલ અપાયો હતો. લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આખી કાર બળીને ખાક થઇ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં સતત ત્રીજા દિવસે આગની ઘટના નોંધવા પામી છે. પાલિકા તંત્રના સૂત્રો અનુસાર ગરમી , લાપરવાહી અને તકનીકી ખામીઓના કારણે આગની આ ઘટનાઓ બનવા પામી છે જેની ભરૂચ પોલીસે તપાસ પણ હાથ ધરી છે.

ઝાડેશ્વર શીતળામાતાના મંદિર નજીક પાર્ક કરેલી કાર રાતે ૯ વાગ્યાના અરસામાં અચાનક સળગી ઉઠી હતી. પળભરમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઇ ગઈ હતી જેને બુઝાવવામાં આવી પણ તે સંપૂર્ણ કાટમાળમાં પરિવર્તિત થઇ ગઈ હતી. આ અગાઉ ૨૨ એપ્રિલે સેવાશ્રમ રોડ ઉપર કલરના ગોડાઉનમાં આગ લગતા ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આ સાથે ભરૂચ શહેરના ભીડભંજન વિસ્તારમાં કચરામાં લાગેલી આગે નજીકમાં પાર્ક બે સ્ક્રેપ કારણે ઝપેટમાં લીધી હતી. આ આગ ઉપર કાબુ મેળવવા માટે પણ ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડને મદદે બોલવું પડ્યું હતું.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ઈન્ડિયન ઓઈલ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે! શું ફરી મોંઘુ થશે ઇંધણ, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : Multibagger Stocks: 1.69 રૂપિયાના મલ્ટિબેગર સ્ટોકે 7000 ટકા રિટર્ન આપ્યું, રોકાણકારોના 1 લાખ 71 લાખ થયા

Published On - 7:37 am, Sat, 23 April 22

Next Video