Bharuch : સાઇબર ક્રિમિનલ સામે પોલીસ આકરા પાણીએ, 5 ગુના દાખલ કરી 13 ની ધરપકડ કરાઈ – જુઓ Video
ભરૂચ જિલ્લામાં સાઇબર ફ્રોડ સામે જિલ્લા પોલીસે મોટી અને નોંધપાત્ર કાર્યવાહી કરી છે. ‘Operation Mule Hunt’ અને ફિશિંગ સહિતના ગુનાઓ શોધી કાઢવાની કવાયત અંતર્ગત પોલીસે કુલ ૫ ગુનાઓમાં 13 ભેજાબાજોને ઝડપી પાડી જેલના સળિયા ગણાવ્યા છે.

આ ભેજાબાજો દ્વારા લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ખાસ કરીને ઓનલાઈન વસ્તુઓ વેચાણ અને રોકાણના નામે નાગરિકોને ફસાવી તેમના ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવતી હતી.આ કામગીરી દરમિયાન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ 4 ગુનાઓ દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં, સાઇબર ફ્રોડ દ્વારા મેળવાયેલા નાણાં જમા કરાવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા એકાઉન્ટ હોલ્ડરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસે સુરતમાંથી રૂપિયા 1 કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા 4 શખ્શોની ધરપકડ કરી છે. પોલીસે અંદાજે 30 લાખ રૂપિયાની રકમ ફ્રીઝ કરી મહત્વની સફળતા મેળવી છે.ભરૂચ જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ ઓનલાઈન લાલચ, ટૂંકા સમયમાં અઢળક કમાણીની ઓફર અથવા અજાણ્યા લિંક્સથી સાવચેત રહી શંકાસ્પદ પ્રવૃત્તિની તરત જ સાઇબર ક્રાઈમ હેલ્પલાઈન પર જાણ કરવાથી અમય લોકોને પણ ભોગ બનતા અટકાવામાં મદદ મળે છે.