AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mythology : ભગવાન શ્રી કૃષ્ણના શ્યામ વર્ણનું શુ છે રહસ્ય ! જાણો રસપ્રદ કથા

Mythology : ભગવાન શ્રી કૃષ્ણના શ્યામ વર્ણનું શુ છે રહસ્ય ! જાણો રસપ્રદ કથા

| Updated on: Jul 25, 2022 | 8:46 AM
Share

ભગવાન શ્રી કૃષ્ણ(Krishna)ને આ રંગ કેવી રીતે મળ્યો અને તેમને શા માટે મૂર્તિઓ અને ફોટોગ્રાફ્સમાં શ્યામ વર્ણના દર્શાવવામાં આવે છે. ?

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણ(Krishna) ને અનંત નારાયણના અવતાર માનવામાં આવે છે અને ભક્તો તેમની પૂજા કરે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જેઓ શ્રી કૃષ્ણની પૂરી શ્રદ્ધાથી ભજન-ભક્તિ અને પૂજા કરે છે, તેમના પાપોનો નાશ થાય છે અને તે મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનો રંગ ચિત્ર કે પ્રતિમામાં ઘણી વખત વાદળી એટલે કે શ્યામ વર્ણમાં દર્શાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણને આ રંગ કેવી રીતે મળ્યો અને તેમને શા માટે મૂર્તિઓ અને ફોટોગ્રાફ્સમાં શ્યામ વર્ણના દર્શાવવામાં આવે છે. આજે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણ(Krishna)નો રંગ વાદળી કેમ હોય છે.

પૌરાણિક કથા અનુસાર, એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ(Krishna) ના શ્યામ વર્ણનું કારણ એ છે કે તેઓ શ્રી વિષ્ણુનો અવતાર છે. ભગવાન વિષ્ણુ હંમેશાં ક્ષીર સાગરમાં રહે છે અને તેથી તેમનું શરીર શ્યામ વર્ણનું છે. આથી શ્રી કૃષ્ણ પણ શ્યામ વર્ણના છે. હિન્દુ ધર્મમાં, અનિષ્ટ સામે લડવાની ક્ષમતા ધરાવતા લોકોનું પ્રતિક વાદળી રંગ માનવામાં આવે છે. આ સાથે જ વાદળી રંગને અનંતનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તેમનું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત થશે નહીં.

બીજી એક માન્યતા અનુસાર બાળપણમાં, પુતના નામની રાક્ષાશી ભગવાન શ્રી કૃષ્ણને મારવા આવી હતી. તે રાક્ષસીએ બાળ કૃષ્ણને ઝેરવાળુ દૂધને પીવડાવ્યું હતું, પરંતુ તે ઝેરી દુધથી ભગવાનને મારી ના શકી અને ઝેરના કારણે ભગવાન શ્રી કૃષ્ણ(Krishna)નો રંગ વાદળી થઈ ગયો. એવું પણ કહેવામાં આવે છે કે, યમુના નદીમાં કાળિયો નાગ રહેતો હતો, જેના કારણે ગોકુલના તમામ રહેવાસીઓ પરેશાન હતા. ભગવાના શ્રી કૃષ્ણ જ્યારે કાળિયા નાગ સામે લડવા ગયા ત્યારે શ્રીકૃષ્ણનો રંગ તેના ઝેરથી વાદળી થઈ ગયો. વિદ્વાનો માને છે કે ભગવાન શ્રીકૃષ્ણના શ્યામ વર્ણનું કારણ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ(Krishna)ના શ્યામ વર્ણ સ્વરૂપના દર્શન ફક્ત તેમના પરમ ભક્તોને જ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણના વાદળી રંગની પાછળ એવી માન્યતા પણ છે કે, બ્રહ્માંડમાં મોટાભાગની પ્રકૃતિનો રંગ વાદળી છે. જેમ કે આકાશ, સમુદ્ર અને જળ બધા વાદળી રંગના છે.

એવું પણ કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ(Krishna)નો જન્મ પૃથ્વી પર અધર્મનો નાશ કરવા માટે થયો હતો. તેથી જ ભગવાને એક પ્રતીક તરીકે શ્યામ વર્ણ સ્વરૂપ ધારણ કર્યું છે. બ્રહ્મ સંહિતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્તિત્વમાં નાના વાદળોનો સમાવેશ છે તેથી શ્રી કૃષ્ણનો રંગ વાદળી હોય છે.

Published on: Jul 25, 2022 08:46 AM
g clip-path="url(#clip0_868_265)">