ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ માટે જંગલની ખરીદી કરશે મુકેશ અંબાણી, સાથે આટલા કરોડ રૂપિયાનું દાન પણ કરીને આવ્યા
રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો […]
રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો ભરોસો પણ આપ્યો કે તામિલનાડુમાં ધીરુભાઈ અંબાણીના નામે તેઓ ચંદનનું જંગલ પણ ખરીદી કરશે.
Richest City Of Gujarat : ગુજરાતના આ જિલ્લામાં રહે છે અબજોપતિઓ, જાણો નામ અને વિશેષતા
₹ 17,17,11,800 ની માલકિન 'કિંગ ખાન'ના છોકરાની ગર્લફ્રેન્ડ !
Arthritis ના દર્દીઓએ શું ન ખાવું જોઈએ?
મોટી ઉંમરે ઘોડે ચડયા આ દિગ્ગજો, સુંદરીઓ સાથે કર્યા લગ્ન, જુઓ Photos
મહત્વનું છે કે મુકેશ અંબાણી નિયમિત બદ્રીનાથ મંદિર જતા રહે છે. દીકરી ઈશાના લગ્નનું આમંત્રણ કાર્ડને પણ ભગવાનના ચરણોમાં ચડાવવા બદ્રીનાથ અને કેદારનાથ ગયા હતા. તે વખતે પણ તેમણે મંદિરમાં 51-51 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તો મુકેશ અંબાણીના નાના દીકરા અનંતનું નામ આ વખતે બદ્રીનાથ કેદારનાથ મંદિરની સમિતિમાં પણ જોડવામાં આવ્યું છે.