VIDEO: સ્વામિનારાયણ મંદિરની ‘ધર્મ’ તેરસ, ભગવાનને 100 કરોડનો શણગાર!

|

Oct 25, 2019 | 8:21 AM

આજે ધનતેરસ એટલે ધનની પૂજા, પરંતુ તમે ક્યારેય 100 કરોડનું સોનુ એકસાથે જોયું છે ખરૂ? મોટા-મોટા ધનવાનોના ઘરમાં પણ નહીં જોવા મળે. પરંતુ અમદાવાદમાં એક મંદિર એવું છે, જ્યાં ભગવાનને 100 કરોડનો શૃંગાર કરવામાં આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ મણીનગર સ્થિત સ્વામીનારાયણ મંદિર ગાદીસ્થાનની. જ્યાં અનોખી રીતે ધનતેરસની પૂજા કરવામાં આવી છે.  […]

VIDEO: સ્વામિનારાયણ મંદિરની ધર્મ તેરસ, ભગવાનને 100 કરોડનો શણગાર!

Follow us on

આજે ધનતેરસ એટલે ધનની પૂજા, પરંતુ તમે ક્યારેય 100 કરોડનું સોનુ એકસાથે જોયું છે ખરૂ? મોટા-મોટા ધનવાનોના ઘરમાં પણ નહીં જોવા મળે. પરંતુ અમદાવાદમાં એક મંદિર એવું છે, જ્યાં ભગવાનને 100 કરોડનો શૃંગાર કરવામાં આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ મણીનગર સ્થિત સ્વામીનારાયણ મંદિર ગાદીસ્થાનની. જ્યાં અનોખી રીતે ધનતેરસની પૂજા કરવામાં આવી છે.

અહીં ભગવાન સ્વામીનારાયણની પૂજા કોઈ સામાન્ય ફૂલોથી નહીં, પરંતુ સોનાના ફૂલોથી કરવામાં આવી છે. ભગવાનને સોનાના આભુષણોનો શણગાર કરવામાં આવ્યો છે. પ્રભુને 1-2 કરોડ રૂપિયા નહીં, પરંતુ 100 કરોડ રૂપિયાનો શૃંગાર કરવામાં આવ્યો છે. જેમાં 200 કિલો સોનુ, કિંમતી હીરા અને રત્નોનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાત જ્યારે ધર્મની હોય ત્યારે ભક્તો પોતાની સૌથી કિંમતી વસ્તુ ભગવાનના ચરણોમાં ચઢાવતા ખચકાતા નથી. ત્યારે ભક્તોએ આપેલા દાનને પ્રભુ સ્વામીનારાયણના ચરણોમાં ધરાવાયું છે. મણીનગરના સ્વામીનારાયણ મંદિરમાં 201 સોનાના ફૂલ સાથે ધર્મ તેરસની ઉજવણી કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભગવાનને અર્પણ કરાયેલા આભુષણો પર નજર કરીએ તો ભગવાન સ્વામીનારાયણની ચરણ પાદુકા નક્કર સોનામાંથી બનેલી છે. જ્યારે હાર કિંમતી રત્નો અને હીરાથી બનેલો નવલખો હાર છે. ભગવાનના હાથમાં લાખેણી ઘડિયાળ છે તો શણગારમાં હીરા, 6 કિલો વજનની સોનાની પાટ પણ મુકાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:39 am, Fri, 25 October 19

Next Article