AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે અટકેલા નાણાં પરત મળશે ? જાણો કઈ રાશિના જાતકોને થશે મોટો ધનલાભ

આજે અટકેલા નાણાં પરત મળશે ? જાણો કઈ રાશિના જાતકોને થશે મોટો ધનલાભ

| Updated on: Apr 10, 2026 | 8:01 AM
Share

શું તમે આજે કોઈ મોટી ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? રાત્રિના સમયે અણધાર્યા ધન લાભના યોગ છે. વેપાર અર્થે મુસાફરી અને સંતાનોની પ્રગતિ જોઈને આજે તમારું મન ગર્વથી ભરાઈ જશે. જાણો આજના દિવસના ખાસ ઉપાયો.

ડેઈલી રાશિફળ: નવી આશા અને નવી તકોનો દિવસ! આગળ વધતા પહેલા જાણી લો આજનો તમારો ભાગ્યશાળી અંક અને રંગ! શું આજે આર્થિક સંકડામણ દૂર થશે? કેવી રીતે વધશે ધંધામાં આવક અને ક્યાં રોકાણ કરવાથી થશે ફાયદો? માઁ લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આજે શું ખાસ કરવું? તંદુરસ્તીથી લઈને અંગત સંબંધો સુધીની તમામ સચોટ માહિતી. જો તમે પણ કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, તો આ વીડિયોમાં છુપાયેલો છે તમારી સમસ્યાનો ઉકેલ.

મેષ રાશિ: તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છુટકારો મળી શકે છે. દિવસ પ્રસાર થતાં કોઈ જૂના મિત્ર સાથે સુખદ મુલાકાત થશે.

વૃષભ રાશિ: આજે રાત્રિના સમયે તમને ધન લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે, કાર્યક્ષેત્રમાં તમને કેટલાક સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.

મિથુન રાશિ: આ રાશિના વેપારીઓને આજે વ્યવસાયના અર્થે અનિચ્છનીય મુસાફરી કરવી પડી શકે છે.

કર્ક રાશિ: કોઈ સંત પુરુષના આશીર્વાદ માનસિક શાંતિ પ્રદાન કરશે. ખાલી સમયમાં ધ્યાન-યોગ કરો જેના થી પણ તમને માનસિક શાંતિનો અહેસાસ થશે.

સિંહ રાશિ: તળેલી અને શેકેલી ખાવાની વસ્તુઓથી દૂર રહો. માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો.

કન્યા રાશિ: આ રાશિના કેટલાક લોકોને આજે સંતાન પક્ષ તરફથી આર્થિક લાભ થવાની આશા છે. આજે તમને તમારા સંતાન પર ગર્વ અનુભવાશે.

તુલા રાશિ: આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના માટે સમય કાઢવાની સખત જરૂર છે, જો તમે આવું નહીં કરો તો તમને માનસિક પરેશાનીઓ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ: બહાર ફરવા-હરવું, પાર્ટી અને મોજ-મસ્તી તમને સારા મૂડમાં રાખશે. ઉતાવળમાં નિર્ણયો ન લો- ખાસ કરીને આર્થિક સોદાઓમાં મોલભાવ કરતી વખતે.

ધન રાશિ: તમારા પ્રિયપાત્રની જૂની વાતોને માફ કરીને તમે તમારા જીવનમાં સુધારો લાવી શકો છો. છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ છે.

મકર રાશિ: આજે તમારા મિત્રો સાંજ માટે કોઈ સરસ યોજના બનાવીને તમારો દિવસ ખુશનુમા કરી દેશે.

કુંભ રાશિ: આજે તમને ભાઈ-બહેનોની મદદથી આર્થિક લાભ મળી શકશે. કાર્યાલયમાં કોઈ તમને કોઈ સરસ વસ્તુ અથવા સમાચાર આપી શકે છે.

મીન રાશિ: આજના દિવસે આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આર્થિક સુધારાને કારણે તમારા માટે જરૂરી વસ્તુઓ ખરીદવી સરળ રહેશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">