ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિનું જતન, નગરપાલિકા જૂનાં ફૂલહારમાંથી બનાવશે ખાતર

|

Sep 04, 2019 | 3:42 PM

ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ પંડાલોમાંથી દરરોજના સેંકડો કિલો ફુલહાર એકત્રિત કરી પાલિકા ખાતર બનાવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more મુકેશ અંબાણીનું […]

ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિનું જતન, નગરપાલિકા જૂનાં ફૂલહારમાંથી બનાવશે ખાતર

Follow us on

ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ પંડાલોમાંથી દરરોજના સેંકડો કિલો ફુલહાર એકત્રિત કરી પાલિકા ખાતર બનાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો: સુરતમાં હીરાથી શણગારેલાં બાપ્પાના કરો દર્શન, વિશેષ આભૂષણોથી કરાઈ છે સજાવટ

ગણેશ મહોત્સવ દરમ્યાન જળ પ્રદુષણ અટકાવવા સામાજિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા સરહાનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રભુની આરાધના અને શણગારની શોભા વધારતા ફૂલ બીજા દિવસે પ્રદૂષણનું કારણ ન બને તે માટે આ ફૂલમાંથી ખાતર બનવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.  દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.ગણેશજીને રોજ સવાર સાંજ ફૂલ હાર ચઢાવવામાં આવે છે. બીજા દિવસે આ  ફૂલનું શું કરવું એ સમસ્યા ઉભી થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આસ્થાનો વિષય હોવાના કારણે બાદમાં આ ફૂલ નદીમાં પધરાવી દેવતા હોય છે જે ક્યાંક કચરાના રૂપે એકઠા થાય છે પરંતુ પાલિકાએ સુંદર હલ શોધી કાઢ્યો છે. દરરોજ સવારે પાલિકાની ગાડીઓ વારાફરથી ગણેશ પંડાલોમાં પહોંચે છે જે જુના ફૂલ માંગે છે. આ ફૂલ એકત્રિત કરી તેના ધાર્મિક આસ્થાની જાળવણી સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલની ખાતરી આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગણેશ મંડળના પ્રમુખ પરેશ મોદીએ જણાવ્યું હતું કે ભરૂચ પાલિકા તથા સામાજિક સંસ્થાઓએ પ્રભુને અર્પણ કરાયેલા ફૂલહારના બીજા દિવસે કલેક્શનની હાથ ધરેલી કામગીરી ઘણી પ્રસ્નશનીય છે માં નર્મદામાં ગંદકી હવે ઠલવાય નહિ અને નદીના પાણીમાં સુધારો થશે.

પાલિકા દ્વારા ફૂલ માટે ત્રણ ટેમ્પા ફાળવવામાં આવ્યા છે.સ્વયં સેવકો પૂજાપો ઉઘરાવી તેને એક સ્થળે એકત્રિત કરે છે અને ગણેશ મહોત્સવની પુર્ણાહુતી બાદ ભેગા થયેલા પૂજાપામાંથી ખાતર બનાવવામાં આવશે અને આ ખાતરનું ખેડૂતોને વિતરણ કરાશે. પ્રોજેક્ટમાં સક્રિય સૌરભ કાયસ્થએ જણાવ્યું કે દરેક ગણેશ મંડળમાંથી ફૂલહાર અને પૂજાપો એકત્ર કરી ખાતર બનાવીશું ખાતર કામ લાગે અને પ્રદુષણ પણ અટકશે. અભિગમને સારો આવકાર મળી રહ્યો છે . પ્રોજેક્ટ થકી આસ્થા સાથે પર્યવરણની જાળવણી થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article