AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પા પર બનેલા આ ગીતો મચાવશે ધૂમ, જુઓ લિસ્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 10:48 AM
Share

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે આખો દેશ ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં આ તહેવાર ગીતો વિના અધૂરો છે. તો ચાલો તમને બોલીવુડના એવા ગીતો જણાવીએ જે તમારા તહેવારમાં ધુમ મચાવશે.

Ganesh Chaturthi Celebration : ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi ) ની ઉજવણી આજથી શરુ થઈ રહી છે. તેનો નાદ આખા દેશમાં સંભળાશે. આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ લોકો ગણપતિ બાપ્પાની પુજામાં તલ્લીન છે. લોકો ગણપતિના સ્વાગતની તૈયારીઓમાં લાગેલા છે. આજે વિધ્નહર્તાના ભક્તોની શ્રદ્ધા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં તો ગણપતિની પુજાની ધુમ ગલીએ ગલીએ જોવા મળનાર છે.ત્યારે આ તહેવાર ગીત વગર સાવ અધુરો છે. તો ચાલો બોલિવુડ ( Bollywood) ના આ ગીત સાંભળી ગણપતિ ઉત્સવમાં ધુમ મચાવો.કોરોના મહામારીને કારણે બે વર્ષ પછી આ પ્રથમ વખત છે કે ગણેશ ઉત્સવનું (Ganeshotsav) આયોજન કોઈપણ પ્રતિબંધ વિના કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઋતિકની ફિલ્મ અગ્નિપથનું ગીત શ્રી ગણેશા આ ગીત ગણપતિ બાપ્પાના સ્વાગત કરવા માટે એક અલગ જ જોશ ભરી દેશે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથમાં પણ ગણપતિ બાપ્પા પર એક ગીત છે આ ગીત કોણ ભુલી શકે છે. આ ગીત તમારા ગણપતિ પુજને વધુ ખાસ બનાવશે.

 

 

 

શ્રદ્ધા કપુર અને વરુણ ધવનની ફિલ્મ ‘ABCD’ નું આ ગીત ગણપતિ બાપ્પા મોરયા પણ આ લિસ્ટમાં નંબર વન પર છે. આ ગીતને રેમો ડિસુઝાએ કોરિયોગ્રાફ કર્યું છે.

 

 

શાહરુખ ખાનની ફિલ્મ ડૉનનું ગીત મોરયા રે બપ્પા ગણેશ ચતુર્થીના ગીતમાં સુપરહિટ માનવામાં આવે છે. આ ગીતની ધુમ ગણપતિ બાપ્પાના ઉત્સવમાં ધુમ મચાવે છે.

ફિલ્મ ડૈડીનું ગીત બપ્પા પણ આ તહેવારોમાં ખુબ મશહુર છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ છે,

 

ABCDનું સાડા દિલ વી તુ ગણપતિના સ્વાગત કરવા માટે શાનદાર છે.

વરુણ ધવનની ફિલ્મ જુડવા 2નું ગીત સુનો ગણપતિ બપ્પા મોરયા પણ લોકોનું ફેવરિટ ગીત છે.

 

બાજીરાવ મસ્તાની ફિલ્મમાં ગણપતિ બાપ્પાનું એક ગીત પણ છે, જે ગણપતિને આવકારવા માટે એકદમ ફિટ બેસે છે. તમે પણ સાંભળો અને આ ઉત્સવમાં લીન થાઓ.

 

 

 

g clip-path="url(#clip0_868_265)">