મોરબી સમાચાર: ચોરી કરે તે પહેલા જ ચોરોની ટોળકી ઝડપાઈ, 25 લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે

| Edited By: | Updated on: Nov 03, 2023 | 9:22 AM

મોરબી જિલ્લાના વાંકાનેરમાં ઘરમાં લૂંટવા આવેલી ગેંગની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે ચોરીને અંજામ આપે તે પહેલા ચોરોની ધરપકડ કરી હતી. લૂંટારૂ પાસેથી ઘાતક હથિયાર પણ પોલીસે કબ્જે કર્યા છે. વાંકાનેરના ડોક્ટર ભરતસિંહ રાજપૂતને ત્યા લૂંટ અને ધાડ પાડવાની ચોરોની તૈયારી કરી હતી

મોરબી જિલ્લાના વાંકાનેરમાં ઘરમાં લૂંટવા આવેલી ગેંગની પોલીસે ધરપકડ કરી છે. ચોર ચોરી કરે તે પહેલા જ પોલીસના હાથે ચડી ગઈ હતી. પોલીસે બાતમીના આધારે ચોરીને અંજામ આપે તે પહેલા ચોરોની ધરપકડ કરી હતી. પોલીસે 8 ચોરોની ધરપકડ કરી છે, તેમની પાસેથી 25 લાખ 50 હજારથી વધારેનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

લૂંટારૂ પાસેથી ઘાતક હથિયાર પણ કબ્જે કર્યા

મહત્વનું છે કે ચોર વાંકાનેરમાં રહેતા ડોક્ટરને ઘરને લૂંટવા આવ્યા હતા, 8 ચોરમાં એક સગીર સહિત અન્ય 7ની ધરપકડ કરી છે. વાંકાનેરના ડોક્ટર ભરતસિંહ રાજપૂતને ત્યા લૂંટ અને ધાડ પાડવાની ચોરોની તૈયારી કરી હતી. વાંકાનેર સીટી પોલીસને બાતમી મળતા LCB ટીમ સાથે મળી કાર્યવાહી કરી હતી. લૂંટારૂ પાસેથી ઘાતક હથિયાર પણ પોલીસે કબ્જે કર્યા છે.

25,52,400નો મુદ્દામાલ કબ્જે

લૂંટારુઓ પાસેથી એક પિસ્તોલ, જીવતા કાર્ટિસ 6 નંગ, ખાલી મેગ્જીન નંગ 1, એક એરગન, 4 છરી, લાકડાના ધોકા નંગ-2, મોબાઈલ ફોન નંગ-8, ડોન્ગલ અને 2 કાર મળી કુલ 25,52,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો: મોરબીમાં બાઈક અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં વૃદ્ધનું મોત, જુઓ સીસીટીવી

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Published on: Nov 03, 2023 09:18 AM