પહેલગામમાં આતંકીઓએ ગોળીએ દિધેલા કાશ્મીરી યુવકના પરિવારજન કહે છે, ‘જેવા સાથે તેવા’નો વ્યવહાર કરો, આતંકીને પણ ગોળી ધરબો, Video
પહેલગામના બાઈસરન ખાતે 22મી એપ્રિલે, દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસે આવેલા પ્રવાસીઓ ઉપર નામ-ધર્મ પુછીને આતંકવાદીઓએ ગોળી છોડીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સમયે, બાઈસરનમાં પ્રવાસીઓને બચાવવા માટે સશસ્ત્ર આતંકવાદીના હાથમાંથી એકે 47 આંચકી લેવાનો પ્રયાસ કરનાર બહાદુર આદિલ શાહને પણ આતંકીઓ ગોળીએ ધરબી દિધો.
ઘરતી પરના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરના પહેલગામના બાઈસરન ખાતે ગત, 22 એપ્રિલે આતંકવાદીઓએ કરેલા હિચકારા હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટનામા કાશ્મીરનો એક યુવાન પણ મૃત્યું પામ્યો હતો. આ યુવાનના પરિવારજનોએ પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ સામે, જેવા સાથે તેવા થવા માટે સરકારને અપીલ કરતા જણાવ્યું છે.
પહેલગામના બાઈસરન ખાતે 22મી એપ્રિલે, દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસે આવેલા પ્રવાસીઓ ઉપર નામ-ધર્મ પુછીને આતંકવાદીઓએ ગોળી છોડીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સમયે, બાઈસરનમાં પ્રવાસીઓને બચાવવા માટે સશસ્ત્ર આતંકવાદીના હાથમાંથી એકે 47 આંચકી લેવાનો પ્રયાસ કરનાર બહાદુર આદિલ શાહને પણ આતંકીઓ ગોળીએ ધરબી દિધો.
સાત સભ્યોના પરિવારમાં આદિલ શાહ ઘરમાં સૌથી મોટો પુત્ર હતો. જે પ્રવાસન સાથે સંકળાયેલ ધંધા રોજગાર ચલાવીને પોતાના કુંટુબનુ ગુજરાત ચલાવવામાં મદદરૂપ થતો હતો. લોકોને નામ અને ધર્મ પુછીને ગોળી મારતા આતંકવાદી સામે પડીને પ્રવાસીઓની બચાવવાના પ્રયાસમાં આદિલને આતંકવાદીઓએ મોત આપ્યું હતુ. આદિલના પરિવારજનો ખાસ કરીને તેની બહેને મોદી સરકારને અપીલ કરી છે કે, જેવો વ્યવહાર, આંતકીઓએ આપણી સાથે કર્યો તેવો જ વ્યવહાર તેમની સાથે કરો. જુઓ વીડિયો
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.