AAPના છેલ્લા દિવસો આવી ગયા છે ! કેજરીવાલે પહેલા જ કરી દીધી હતી હારની ભવિષ્યવાણી, જુઓ- Viral Video
દિલ્હીમાં AAPનો સફાયો થઈ ગયો છે. જોકે AAPની આ કારમી હારની ભવિષ્યવાણી ખુદ અરવિંદ કેજરીવાલે કરી દીધી હતી.
આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. મતગણતરી ચાલુ હજુ ઘણી સીટ પર ચાલુ છે. પણ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીને દિલ્હીમાં પણ બહુમતી મળી ગઈ છે. ત્યારે દિલ્હીમાં જીતનો દાવો કરતા AAPના તમામ મોટા નેતાઓ હારી ગયા છે.
અરવિંદ કેજરીવાલને મળી કરારી હાર
આમ આદમી પાર્ટીનો મોટો ચહેરો, અરવિંદ કેજરીવાલને કરારી હાર મળી છે તો તે સહિત મનિસ સિસોદિયા, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાર જેવા તમામ મોટા નેતા હારી ગયા છે. આ બધમાંથી માત્ર આતિશી એકલા તેમની બેઠક પરથી જીત્યા છે. ત્યારે દિલ્હીમાં AAPનો સફાયો થઈ ગયો છે. જોકે AAPની આ કારમી હારની ભવિષ્યવાણી ખુદ અરવિંદ કેજરીવાલે કરી દીધી હતી.
AAPની હારની પહેલા જ કરી દીધી ભવિષ્યવાણી
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલનો હવે એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં કેજરીવાલ જાતે જ કહી રહ્યા છે, કે ખતમ થવા જઈ રહી છે આમ આદમી પાર્ટી, બસ અંતિમ દિવસો આવી ગયા, વેન્ટિલેટર પર છે આમ આદમી પાર્ટી, અને હવે આપ નીકળી જવાની છે આમ કહેતા આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કેજરીવાલનો આ જૂનો વીડિયો છે જે આમ આદમી પાર્ટીની હાર બાદ ટ્રેન્ડ થઈ રહ્યો છે.
કેજરીવાલે બોલેલા શબ્દો સાચા પડ્યા
લોકો તેના પર પ્રતિક્રિયા આ પતા કહી રહ્યા છે કેજરીવાલે જીવનમાં પહેલીવાર સાંચુ કહ્યું, અને તેના આ શબ્દો તેને ખરેખર ભારે પડ્યા. કહેવાય છે સમજી-વિચારીને બોલવું જોઈએ ક્યારેક તે બોલેલુ સાંચુ પડી જાય તે કોઈ નથી જાણતું. અને હવે કેજરીવાલના કેસમાં પણ તે સાંચુ પડી રહ્યું છે.