Mahisagar River Bridge collapse : ગંભીરા બ્રિજની જર્જરિત હાલત 2022માં જ જણાવી હતી, તંત્રે ધ્યાન ના આપ્યુ અને 12ના જીવ ગયા, જુઓ 2022નો વાયરલ video
સામાજિક કાર્યકર્તાએ પુલ લઈને તેના ત્રણ વર્ષ પહેલાં જ તેની ચિંતાઓ વ્યક્ત કરી હતી. 22 ઓગસ્ટ, 2022 ના રોજ અધિકારી સાથેની તેમની ટેલિફોનિક વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે પુલની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી અને નવા પુલ અથવા તેની મજબૂતાઈ તપાસવાની વિનંતી કરી હતી.
ગંભીરા બ્રિજની હાલત જર્જરિત હોવાની વિગતો સાથેનો એક વીડિયો 2022માં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, બ્રિજ જર્જરિત છે, વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવો જોખમી છે. સંબંધિત તંત્રે આની ગંભીર નોંધ લઈને ત્વરીત ઘટતું કરવા માટે તેમા અરજ કરવામાં આવે છે. આમ છતા ગુજરાતના તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય કાર્યવાહી ના થતા, વીડિયો વાયરલ થયાના આશરે 3 વર્ષ બાદ પુલ તુટી પડે છે.
આ વીડિયોમાં તંત્રની બેદરકારી સામે આવી છે. સામાજિક કાર્યકર્તા લખન દરબારે દાવો છે કે અધિકારીઓએ પુલનો ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કર્યો નથી તેમણે રિપોર્ટ સાર્વજનિક કરવાની માંગ કરી હતી, પરંતુ તે કરવામાં આવ્યો ન હતો, અને પુલ કાર્યરત રહ્યો.
વીડિયો દર્શાવે છે કે 2022 માં લખન દરબાર દ્વારા ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હોવા છતાં, ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે પુલ ધરાશાયી થયો.
