દિલ્હી વિસ્ફોટના સ્થળેથી 9mmના કારતૂસ મળ્યાં, આતંકવાદીને રૂપિયા કોણે આપ્યા હતા ?
9mm-કેલિબર કારતૂસ સામાન્ય રીતે સશસ્ત્ર દળો અથવા પોલીસ કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે ઘટનાસ્થળેથી કોઈ પિસ્તોલ કે પિસ્તોલનો કોઈ ભાગ પોલીસને મળ્યો નથી.
દિલ્હી વિસ્ફોટની ચાલી રહેલ ઊંડાણપૂર્વકની તપાસમાં નવા ખુલાસા થયા છે. લાલ કિલ્લા નજીક જ્યા કારમાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી 9mm કારતૂસ મળી આવ્યા છે. જો કે આ કારતૂસ જે પિસ્તોલમાં વપરાય છે તે પિસ્તોલ હજુ સુધી ઘટના સ્થળેથી પોલીસને મળી નથી. પોલીસ આ કોયડો ઉકેલવા માટે કામ કરી રહી છે. તપાસના સૂત્રોને સાંકળીને એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે, જૈશ-એ-મોહમ્મદ મોડ્યુલને હવાલા ફંડિંગ થકી રૂપિયા 20 લાખ ચૂકવાયા હતા.
દિલ્હીમાં આતંકવાદીઓએ કરેલા કાર વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા નજીક કાર બોમ્બ વિસ્ફોટના સ્થળેથી ત્રણ 9mm-કેલિબર કારતૂસ મળી આવ્યા છે. આમાંથી બે જીવંત કારતૂસ છે અને એક ખાલી ખોખુ છે. અત્રે એ નોંધવું જોઈએ કે 9mm પિસ્તોલ સામાન્ય લોકોના ઉપયોગ માટે નથી હોતી. આ પિસ્તોલ સુરક્ષા સાથે સંકળાયેલા લોકો માટે હોય છે.
9mm-કેલિબર કારતૂસ સામાન્ય રીતે સશસ્ત્ર દળો અથવા પોલીસ કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે ઘટનાસ્થળેથી કોઈ પિસ્તોલ કે પિસ્તોલનો કોઈ ભાગ પોલીસને મળ્યો નથી. જ્યાથી કારતૂસ મળી આવ્યા છે, તે સ્થળેથી કારતૂસને ફાયર કરવા માટે વપરાયેલ હથિયાર હજુ સુધી મળ્યું નથી.
આ પણ વાંચોઃ Breaking News : દિલ્હી બ્લાસ્ટની તપાસ આડેપાટે ચડાવવા આતંકીઓએ નૌગામ પોલીસ સ્ટેશને ધડાકો કર્યો ?
