અયોધ્યામાં 13 લાખ 50 હજાર લાડુ કરાયા તૈયાર, ભોગ ધરાવ્યા બાદ ભાવિકોને પ્રસાદ રૂપે અપાશે લાડુ- વીડિયો

| Edited By: | Updated on: Jan 15, 2024 | 8:15 PM

અયોધ્યામાં ભગવાન શ્રી રામને લગાવવામાં આવનાર ભોગ માટે શુદ્ધ ઘીમાંથી લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 13 લાખ 50 હજાર લાડુ તૈયાર કરી લેવામાં આવ્યા છે. ભગવાન શ્રીરામને લાડુનો ભોગ ધરાવ્યા બાદ આ લાડુ ભાવિકોને પ્રસાદ રૂપે આપવામાં આવનાર છે.

અયોધ્યામાં જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે. તેમ પ્રસાદ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામને ધરાવવામાં આવનાર ખાસ ભોગની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જ્યારે ભગવાનના દર્શનાર્થે આવનારા ભાવિકો માટે પણ ચોખ્ખા ઘીના બેસનના લાડુના પ્રસાદને તૈયાર કરવામાં આવી રહ્યો છે. અહીં 13 લાખ કરતા પણ વધુ લાડુ પ્રસાદ માટે બનાવવામાં આવ્યા છે. 44,500 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આ પ્રસાદ નજરે પડી રહ્યો છે. જો કે તેનો સૌપ્રથમ ભોગ પ્રભુ શ્રીરામને ધરાવવામાં આવશે ત્યારબાદ આ લાડુનો પ્રસાદ ભાવિકોને આપવામાં આવશે.

અયોધ્યામાં 13 લાખ 50 હજાર લાડુનો પ્રસાદ તૈયાર

લાડુના પ્રસાદની કામગીરી સંભાળી રહેલા રત્નાકરજીએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે બાવીસો બાવીસ મણ લાડુ બનાવવામાં આવ્યા છે. 13 લાખથી વધુ લાડુ બનાવવામાં 50 કાર્યકર્તાઓ લાગેલા છે. સાથે જ ભાવિકો પણ અહીં આવતા જતા મદદમાં જોડાતા હોય છે.

7 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રસાદની કામગીરી

અયોધ્યામાં 7 જાન્યુઆરીથી આ લાડુ બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે. જે 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. જેના માટે નવા વાસણો પણ મગાવવામાં આવ્યા છે. જેમા 5 ચાંદીના થાળ પણ મગાવવામાં આવ્યા છે. જેમાં લાડુ રાખી ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામને ભોગ લગાવવામાં આવનાર છે.

આ પણ વાંચો: પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયાએ સોમનાથ મંદિરમાં રામ મંદિરની કરી સફાઈ- જુઓ તસ્વીરો

ભગવાનની જ્યારે પ્રસાદ વિધિ યોજાશે ત્યારે તેમા પીએમ મોદી, સરસંઘચાલક મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને મુખ્ય પૂજારી સામેલ થશે. અયોધ્યામાં 15 ફેબ્રુઆરી સુધી આ પ્રસાદ ભાવિકોને આપવામાં આવનાર છે. જેને બેસન, બુરુ, દેશી ચોખ્ખા ઘીમાંથી બનાવવામાં આવ્યા છે. જેમા પાણીનો લેશમાત્ર પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આથી આ પ્રસાદને 8 મહિના સુધી ખરાબ થશે નહીં.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 15, 2024 08:14 PM