અમદાવાદના આ જોખમી બ્રિજના દ્રશ્યો તો જુઓ.. હજારો લોકો પોતાનો જીવ મૂકી રહ્યાં છે જોખમમાં!

|

Dec 24, 2018 | 4:50 AM

અમદાવાદ જિલ્લાના ધોળકાના વટામણ પાસે સાબરમતી નદી પરના બ્રિજમાં ગાબડુ પડ્યું છે. જેના પગલે આ બ્રિજને તાત્કાલિક અસરથી તંત્રએ બંધ કરી દીધો અને ટ્રાફિક વ્યવસ્થાને ડાયવર્ઝન આપવાનો નિર્ણય લેવાયો. જુઓ કેવી છે હાલ આ બ્રિજની હાલત : આ બ્રિજ બંધ થતા તારાપુરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને નેશનલ-હાઈ-વે તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સુરત-રાજકોટ નેશનલ હાઈ-વે […]

અમદાવાદના આ જોખમી બ્રિજના દ્રશ્યો તો જુઓ.. હજારો લોકો પોતાનો જીવ મૂકી રહ્યાં છે જોખમમાં!

Follow us on

અમદાવાદ જિલ્લાના ધોળકાના વટામણ પાસે સાબરમતી નદી પરના બ્રિજમાં ગાબડુ પડ્યું છે. જેના પગલે આ બ્રિજને તાત્કાલિક અસરથી તંત્રએ બંધ કરી દીધો અને ટ્રાફિક વ્યવસ્થાને ડાયવર્ઝન આપવાનો નિર્ણય લેવાયો.

જુઓ કેવી છે હાલ આ બ્રિજની હાલત :

આ બ્રિજ બંધ થતા તારાપુરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને નેશનલ-હાઈ-વે તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સુરત-રાજકોટ નેશનલ હાઈ-વે હોવાના કારણે રસ્તો બંધ કરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. આ પુલ બંધ થતા તારાપુર તરફ જતા વાહન ચાલકોને ધોળકાથી 70 કિલોમીટર વધારે ફરીને જવું પડે છે. આ પુલની બાજુમાંથી જ નર્મદા પાણીની પાઈપલાઈન બનાવવામાં આવી છે. જેના પરથી રાહદારીઓ અને બાઈક સવાર લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પુલ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. લોકોએ વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા અને હવે પુલ બંધ થતા હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યાં છે.

બગોદરા-વાસદ હાઈવે પર આવેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા તારાપુરથી સૌરાષ્ટ્ર જતા વાહનોને નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ હાઈવે તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતા હજારો વાહન ચાલકો અટવાયા છે તો બીજી તરફ નજીકના ઈંગોલી ગામના લોકો વાહન ચાલકોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યાં છે.

ઈંગોલી ગામના લોકોએ વટામણથી તારાપુર તરફ જવા માટે સાબરમતી નદી પર કાચી માટીનો પુલ બનાવ્યો છે જેના પરથી હાલ વાહનો પસાર થઈ રહ્યાં છે. આ વાહન ચાલકો પાસેથી ગામના લોકો ટોલ ટેક્સ વસૂલી રહ્યાં છે જેમાં ટૂ વ્હીલર માટે રૂપિયા 20 અને કાર ચાલકો માટે રૂપિયા 25 વસુલવામાં આવી છે. જો કે આ કાચા માટીના પુલ પરથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : કરો ફરિયાદ મેળવો ઇનામ, ગ્રાહક સુરક્ષા સમિતિએ અપનાવ્યો નવો અભિગમ

ધોળકાના વટામણ પાસે સાબરમતી નદીના બ્રિજ પર ગાબડું
ગલિયાણા બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું
સુરત-રાજકોટ નેશનલ હાઈ-વે પર જતા વાહન ચાલકો હેરાન
તારાપુર જતા વાહનો ધોળકાથી 70 કિમી ફરીને જવા મજબૂર
ઈંગોલી ગામ પાસે સ્થાનિકોએ બનાવ્યો છે માટીનો કાચો પુલ
વાહન ચાલકો પાસેથી ગામના લોકો વસુલી રહ્યાં છે ટોલ ટેક્સ
ખોટી રીતે ટૂ વ્હીલરના 20 અને ફોર વ્હીલરના 25 રૂપિયા ઉઘરાવે છે

[yop_poll id=315]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:50 am, Mon, 24 December 18

Next Article