એક ભારતીયે સરકારી બેંક મેનેજરે લખી દુનિયાની સૌથી અનોખી Leave Application , પત્નીની હત્યા કરવા માગી 2 દિવસની રજા, જાણો આગળ શું થયું

એક ભારતીયે સરકારી બેંક મેનેજરે લખી દુનિયાની સૌથી અનોખી Leave Application , પત્નીની હત્યા કરવા માગી 2 દિવસની રજા, જાણો આગળ શું થયું

સરકારી હોય કે ખાનગી, નોકરી કરનારા લોકોને સૌથી મોટી સમસ્યા પોતાની નોકરીમાંથી રજા લેવાની હોય છે. કેટલીક વખત એવા પણ બનાવો બનતા હોય છે જ્યારે નોકરીમાંથી રજા ન મળતાં કંટાળીને કર્મચારી આત્મહત્યા સુધીના વિચારો કરવા લાગતા હોય છે. દક્ષિણ બિહાર બેંકના કર્મચારીની એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેને સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

દક્ષિણ બિહાર ગ્રામીણ બેંક બક્સર ખાતે કાર્યરત બ્રાંચ મેનેજરે પોતાની પત્નીની હત્યા માટે ઉપરી અધિકારીને રજા ચિઠ્ઠી મોકલીને તેમાં બે દિવસની રજા માગી હતી. આ ચિઠ્ઠીની નકલ માત્ર તેની બેંકના ઉપરી અધિકારીને જ નહીં પણ તેની નકલ રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને વડાપ્રધાનને મોકલી દીધી.

આખી ઘટના એમ છે કે આ બેંક મેનેજર મુન્ના પ્રસાદ તે વિસ્તારની બેંકમાં એકલા જ કામ કરે છે અને તેની પત્નીને કિડનીની બિમારીથી પીડાય છે. ગ્રામીણ વિસ્તારમાં બેંક હોવાથી તેની પત્નીને સારવાર માટે શહેરમાં લઈ જવી પડે એમ છે. પોતાની પત્નીની આ સારવાર કરાવવા માટે તેમણે કેટલી વખત પોતાના ઉપરી અધિકારી પાસે રજાની માગણી કરી પણ તેને રજા આપવામાં આવી નહીં. રજાની માગણીમાં મેનેજરને પ્રત્યુત્તર મળ્યો કે તારી પત્નીના અંતિમ સંસ્કાર સિવાય તને રજા નહીં મળી શકે.

આ જવાબથી કંટાળી ગયેલાં અને પોતાની પત્નીની સારવાર ન કરાવી શકતાં બેંક મેનેજરે પોતાની પત્નીની હત્યા કરવા માટે જ રજાની માગણી કરી દીધી. બાદમાં આવી રજાની માગણીથી તેના ઉપરના અધિકારીઓ દ્વારા તેની રજા મંજૂર કરી દેવામાં આવી છે.  હવે રજા મળ્યા બાદ બેંક મેનેજર પોતાની પત્નીની સારવાર કરાવી શકશે.

[yop_poll id=805]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati