AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: આ સોન્ગ સાંભળીને ‘બસપન કા પ્યાર’ ભૂલી જશો, ટ્રેનમાં બાળકે સુરીલી અવાજમાં ગાયુ એવું ગીત કે વીડિયો થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયામાં એ પાવર છે કે જો તેનો ઉપયોગ લોકોને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં કરવામાં આવે તો દેશમાંથી એવા એવા ટેલેન્ટેડ હીરાઓ સામે આવશે કે દુનિયા જોતી રહી જશે.

Viral Video: આ સોન્ગ સાંભળીને 'બસપન કા પ્યાર' ભૂલી જશો, ટ્રેનમાં બાળકે સુરીલી અવાજમાં ગાયુ એવું ગીત કે વીડિયો થઇ ગયો વાયરલ
you will Forget 'Baspan Ka Pyaar' after listening to this song
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:34 AM
Share

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે રાતો રાત કોઇને પણ સ્ટાર બનાવી શકે છે, કોઇની પણ કિસ્મત ચમકાવી શકે છે. થોડા દિવસો પહેલા એક વીડિયોને કારણે સહદેવ દિરદો (Sahdev Dirdo) રાતો રાત સ્ટાર બની ગયો. રૈપર બાદશાહે તેને પોતાના સોન્ગમાં પણ લોન્ચ કરી દીધો. હાલમાં આવો જ એક પરંતુ અન્ય બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ બાળક ઢોલની તાલ પર હની સિંહનું સોન્ગ પાર્ટી ઓલ નાઇટ ને ખૂબ સુંદર રીતે ગાય રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનમાં એક બાળક મજાથી ડ્રમ વગાડતી વખતે રેપર હની સિંહનું ગીત ‘પાર્ટી ઓલ નાઈટ …’ ગીત ગાઈ રહ્યો છે. વીડિયોમાં બાળકનું ગીત અને તેની અભિવ્યક્તિ જોવા લાયક છે.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ બાળકના અવાજમાં આ ગીત સાંભળીને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. જ્યારથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે ત્યારથી લોકો તેને ભારે પસંદ કરી રહ્યા છે. તેથી, આ વીડિયો જોયા પછી, લોકોએ માત્ર સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા નોંધાવી નથી પણ તેને શેયર પણ કર્યો છે.

આ વીડિયો પર કોમેન્ટે કરતા સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ કે,’ આ બાળકનો અવાજ ઘણો સારો છે. ‘એક યુઝરે લખ્યું,’ તેની પ્રતિભાને આગળ લઈ જવાની જરૂર છે. અન્યે લખ્યુ કે હું વારંવાર આ વીડિયો જોઉં છું.

સોશિયલ મીડિયામાં એ પાવર છે કે જો તેનો ઉપયોગ લોકોને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં કરવામાં આવે તો દેશમાંથી એવા એવા ટેલેન્ટેડ હીરાઓ સામે આવશે કે દુનિયા જોતી રહી જશે. ભારતમાં તો આમ પણ ગલી ગલીમાં કલાકાર છે. તેમની કલા શ્રેષ્ઠ હોય છે.

આ પણ વાંચો – Sansad TV Launch: આજે સંસદ ટીવી લોન્ચ કરશે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી, લોકસભા-રાજ્યસભા ટીવીનું સ્થાન લેશે આ નવી ચેનલ

આ પણ વાંચો – Vastu Tips: આપના ઘરમાં રહેલી નકારાત્મકતાને કઈ રીતે જાણશો ? આ રહ્યા 4 સંકેત, જાણો તેનાથી બચવાના ઉપાય

આ પણ વાંચો – Pakistan Terror Moduleનો થયો પર્દાફાશ, બોમ્બ બ્લાસ્ટ માટે રામલીલા અને નવરાત્રિના કાર્યક્રમો હતા નિશાના પર

g clip-path="url(#clip0_868_265)">