CM યોગીનું આવું રૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, બિલાડી સાથે કરી રહ્યાં છે વાત, Video થયો Viral

|

Jan 18, 2023 | 12:56 PM

વીડિયોમાં મુખ્યમંત્રી અને બિલાડી વચ્ચેનો સંવાદ જોઈ લોકો ખુશ થઈ રહ્યાં છે અને સીએમની પ્રશંસા કરી રહ્યા છે. આ વિડિયો જોયા પછી લાગે છે કે સીએમને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ છે.

CM યોગીનું આવું રૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, બિલાડી સાથે કરી રહ્યાં છે વાત, Video થયો Viral
You have never seen such a form of CM Yogi

Follow us on

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયો ખુબ જ મજેદાર છે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું અલગ રુપ જોવા મળી રહ્યું છે. યોગી આદિત્યનાથ જોકે તેમના એક્શન અને ત્વરીત ડિસિઝન વારા નિર્ણયને લઈને લોકપ્રિય છે જેઓ સતત સભાઓ અને રાજકીય મુલાકાતોમાં વ્યસ્ત રહેતા હોય છે. તેમ છત્તા તેઓ થોડો ઘણો સમય કાઢી તે લોકોની વચ્ચે પણ જતા હોય છે. ત્યારે સીએમ આ વીડિયો જેમાં તેઓ એક બિલાડી સાથે વાત કરી રહ્યા છે. જે વીડિયો જોઈ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સીએમ યોગીની બિલાડી સાથે વાતચીત

https://twitter.com/Sudhir_mish/status/1615396902501244929?s=20&t=QRRuohM6_316q79LdxXK3Q

તમે આ વીડિયો જુઓ, વીડિયો જોયા પછી તમે આપોઆપ મુખ્યમંત્રીના ચાહક બની જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એક બિલાડી પણ જોવા મળી રહી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે મુખ્યમંત્રી ઉભા થઈને સોફા પર બેઠેલી બિલાડી સાથે વાત કરી રહ્યા છે. મુખ્ય પ્રધાને તે બિલાડીને પૂછી રહ્યા છે કે, તે કંઈ ખાશે? સીએમ યોગી વારંવાર રિપીટ કરે છે. વીડિયોમાં મુખ્યમંત્રી અને બિલાડી વચ્ચેનો સંવાદ જોઈ લોકો ખુશ થઈ રહ્યાં છે અને સીએમની પ્રશંસા કરી રહ્યા છે. આ વિડિયો જોયા પછી લાગે છે કે સીએમને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લોકો ઝડપથી આપી રહ્યા છે પ્રતિક્રિયા

આ વીડિયો એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં સીએમ યોગીના સમર્થકોનો જવાબ પણ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે જય શ્રી રામ. તો બીજાએ કહ્યું છે કે ‘અમને આવા લોકોની જરૂર છે… ટાઈગરથી લઈને બિલાડી સુધી દરેકને પ્રેમ કરો…’ અન્ય એક યુઝરે લખ્યું, ‘પ્રાણીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ, બેરોજગારોને પણ રોજગાર આપવો જોઈએ.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, બિલાડી કેટલી નસીબદાર છે, જેની સાથે આટલો પ્રેમ.

સીએમનો બિલાડી સાથે ફોટો થયો હતો વાઈરલ

આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીર સીએમ યોગી આદિત્યનાથના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે, જેમાં એક બિલાડી સીએમ યોગીના ખોળામાં બેઠેલી જોવા મળી રહી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીર આવ્યા બાદ ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે બાદ હવે બિલાડી સાથે સીએમનો વાત કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

Next Article